<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

તેમના નિર્વાણને મારા પ્રણામ અને શ્રદ્ધાંજલી, રામ સ્મરણ સાથે : પુરુષોત્તમભારતીય ઉપાધ્યાયના દુઃખદ અવસાન અંગે પૂ. મોરારીબાપુએ શોક સંદેશ પાઠવ્યો

રાજકોટ તા.૧૧ :ગુજરાતી સુગમ સંગીતના સમર્થ અને લોકપ્રિય ગાયક, પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના દુઃખદ અવસાન અંગે પૂજ્ય મોરારીબાપુએ શોક સંદેશ પાઠવ્યો છે.

       પૂજ્ય મોરારીબાપુએ શોક સંદેશમા જણાવ્યું છે કે હમણાં સમાચાર મળ્યા કે, સમર્થ લોકગાયક પરસોત્તમભાઈ ઉપાધ્યાય વિદાય લીધી. તેમના નિર્વાણને મારા પ્રણામ અને શ્રદ્ધાંજલી. રામ સ્મરણ સાથે.

(7:50 PM IST)