News of Wednesday, 11th December 2024
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વાવમાં 1500 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 42 યાર્ડના ભાવ
ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 4,528.62 ટન મગફળીની આવક થઇ :જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 4,528.62 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વાવમાં માર્કેટ યાર્ડમા 1500 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1265 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1456 રૂ., જામનગરમાં 1450 રૂ., બાયડમાં 1356 રૂ., ડીસામાં 1301 રૂ., તળાજામાં 1285 રૂ., ગોંડલમાં 1276 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,528.62 ટન મગફળીની આવક થઇ છે.


(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
