News of Wednesday, 11th December 2024
સુરતના મહીધરપુરાની દુકાનમાંથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો :એકની ધરપકડ:1.99 લાખનો મુદ્દામાલ જપ્ત
એસઓજી પોલીસની ટીમે મહિધરપુરા રૂવાળા ટેકરા ખાઉંધરા ગલી પાસે આવેલી એસએસડીએન યુનિક સ્ટોર્સ નામની દુકાનમાં દરોડો પાડ્યો:આરોપી વિજયકુમાર શ્રીચંદભાઈ દેવરાજાણીની ધરપકડ

સુરતમાંથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસે મહિધરપુરા વિસ્તારમાં દુકાનમાં દરોડો પાડીને 1.99 લાખનો મુદામાલ જપ્ત કરી એકની ધરપકડ કરી હતી
મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે મહિધરપુરા વિસ્તારમાં દુકાનમાં દરોડો પાડીને ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસની ટીમે મહિધરપુરા રૂવાળા ટેકરા ખાઉંધરા ગલી પાસે આવેલી એસએસડીએન યુનિક સ્ટોર્સ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસે આરોપી વિજયકુમાર શ્રીચંદભાઈ દેવરાજાણી (ઉ.વ.38)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલી અલગ અલગ કંપનીની ઈ-સિગારેટ 56 નંગ તેમજ અલગ અલગ ફ્લેવરનીન બાટલી 13 નંગ મળી કુલ 1,99,950નો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ આ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
