News of Wednesday, 11th December 2024
વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 100 વાહન ચાલકોના લાઈસન્સ રદ્દ થશે
-વર્ષ 2018થી અત્યાર સુધી ટ્રાફિક પોલીસે 16 લાખ ઈ-ચલણ જનરેટ કર્યા પરંતુ મોટા ભાગના વાહન ચાલકોએ મેમોની રકમ ભરી નથી:વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એવા 100 વાહન ચાલકોની યાદી RTOને મોકલી

રાજ્યમાં પ્રથમ વખત વડોદરા શહેર પોલીસ કઈક એવું કરવા જઈ રહી છે કે, જે સાંભળી ને તમે ક્યારેય ટ્રાફિક નિયમો નું ઉલંઘન કરવાની હિંમત નહી કરો. વર્ષ 2018થી અત્યાર સુધી ટ્રાફિક પોલીસે 16 લાખ ઈ-ચલણ જનરેટ કર્યા છે, પરંતુ મોટા ભાગના વાહન ચાલકોએ મેમોની રકમ ભરી નથી..
શહેર પોલીસે બેજવાબદાર વાહન ચાલકોને સુધારવાનું બીડું ઉઠાવ્યું છે.રાજ્યમાં પ્રથમ વખત વડોદરા શહેર પોલીસે નિયમ ભંગ કરનાર વાહનચાલકો સામે આકરા પગલાં લેવાનું નક્કી કર્યું છે.
ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો નહિ ભરનાર વાહનચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે.જો તમે 20થી વધુ મેમા (ઈ ચલણ ) નથી ભર્યા તો તમારું લાયસન્સ રદ્દ થઈ જશે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકોની ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવશે.અને એ વાહનચાલક નું લોકેશન ફરજપર હાજર ટીમને મોકલી આપવામાં આવશે.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એવા 100 વાહન ચાલકોની યાદી RTOને મોકલી છે, જેઓ ને ટ્રાફિકના નિયમોની કોઈ પરવાહ નથી.હવે આવનાર ટુંક સમયમાંજ 100 જેટલા વાહનચાલકોએ પોતાના લાયસન્સમાંથી હાથધોવાનો વારો આવશે. આ ઝુંબેશ સતત ચાલુ જ રાખવામાં આવશે.એટલે હવે જો તમારે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ ન કરાવવું હોય તો મેમો ભર્યા વગર છૂટકો નથી અને આમાં થી બચવા માટેનો કોઈ રસ્તો પણ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યમાં પ્રથમ વખત બેજવાબદાર વાહનચાલક ને સુધારવાનું આધુનિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્ય ના અન્ય શહેરોમાં પણ જો આ પ્રકારે ટેકનોલોજીના ઉપયોગ સાથે આ પ્રકારની કામગીરી કરવામાં આવે તો બેજવાબદાર વાહનચાલકોને કારણે બનતી અકસ્માતની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તેમ છે.
.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
