News of Wednesday, 11th December 2024
3 જાન્યુઆરીથી વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે બાબા બાગેશ્વરની 2 લાખ સ્ક્વેર ફુટમાં યોજાશે દિવ્ય હનુમંત કથા
સનાતન ધર્મને ઉજાગર કરવા હેતુ પાટીદાર સમાજ તેમજ સનાતન ધર્મના તમામ સમાજના લોકો બાબા બાગેશ્વરની દિવ્ય કથામાં સહભાગી થશે:તડામાર તૈયારીઓ

અમદાવાદ જાન્યુઆરીમાં વિશ્વઉમિયાધામ અમદાવાદ ખાતે બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા, 3 થી 6 જાન્યુઆરી 2 લાખ સ્ક્વેર ફુટમાં યોજાશે ભવ્ય ગુજરાત સહિત વિશ્વભરમાં સનાતન ધર્મની આસ્થાને ઉજાગર કરવા વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે ભવ્ય અને દિવ્ય હનુમંત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન –અમદાવાદ દ્વારા અમદાવાદના જાસપુર વિશ્વઉમિયાધામ ખાતે આગામી મહિનામાં 3 થી 6 જાન્યુઆરીના રોજ વિશ્વ પ્રસિદ્ધ સંત બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીની દિવ્ય કથાનું આયોજન કરાયું છે. જેમાં લાખો સનાતન ધર્મીઓ પધારશે. સનાતન ધર્મને ઉજાગર કરવા હેતુ પાટીદાર સમાજ તેમજ સનાતન ધર્મના તમામ સમાજના લોકો બાબા બાગેશ્વરની દિવ્ય કથામાં સહભાગી થશે. બાબા બાગેશ્વરની કથાને લઈ વિશ્વઉમિયાધામ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ પ્રસંગે વાત કરતા સંસ્થા પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે, દિવ્ય અને ભવ્ય કથાના આયોજન સાથે જગત જનની મા ઉમિયાના મંદિરના નિર્માણનું કાર્ય પણ પૂરજોશમાં છે. જેમાં 1440થી વધુ પિલરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. અને હાલમાં જ્યા મા ઉમિયા બિરાજમાન થવાના છે તેના રાફ્ટનું કાર્ય ચાલી રહ્યું છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
