News of Thursday, 12th December 2024
લવ જેહાદના કેસને પણ પોલીસ ગંભીરતાથી લઇને કડક હાથે કાર્યવાહી કરશે: હર્ષ સંઘવી
અમદાવાદમાં VHPના કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ પર હુંકાર કર્યો

અમદાવાદમાં આયોજીત VHPના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ લવ જેહાદ પર હુંકાર કર્યો હતો. હર્ષ સંઘવીએ દાવો કર્યો છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે લવ જેહાદ સામે દંડો ઉગામ્યો છે અને લવ જેહાદના કેસને પણ પોલીસ ગંભીરતાથી લઇને કડક હાથે કાર્યવાહી કરશે, તો ખાખી ન માત્ર લાલ આંખ પરંતુ આરોપીઓને કડક સજા થાય તે જરૂરી છે.
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભોળી દીકરીઓની લાગણી સાથે કોઇ રમત ચલાવી લેવામાં આવશે નહીં, દિકરીઓને ભોળવનારા સામે ગુજરાત પોલીસ લાલ આખ કરશે તેમ જણાવ્યું હતું. કોઇ સલીમ સુરેશ બનીને દીકરીઓ સાથે પ્રેમનો પ્રપંચ રચી શકશે નહીં. લવ જેહાદ, ગૌ તસ્કરી – ગૌ હત્યા, મંદિર ચોરી મામલે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું હર્ષ સંધવીએ જણાવ્યું હતું. ગુનેગારોને માત્ર પકડીને ભૂલી જવા વાળી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર નથી તેમ પણ ઉમેર્યું હતું.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
