<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th December 2024

રાજ્યમાં એક સપ્તાહ સુધી કાતિલ ઠંડીની સંભાવના

ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાને લઇ ઠંડી યથાવત રહેશે:હવામાન વિભાગની આગાહી

અમદાવાદ :રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી કાતિલ ઠંડીની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આગામી એક સપ્તાહ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી વિભાગે કરી હતી.

   હવામાન વિભાગે ઠંડી ને લઈને આગાહી કરી છે. જ્યાં આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાવાની આગાહી કરાઈ છે. જેને લઈને ઠંડીનો ચમકારો હજુ યથાવત રહેશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે નલિયામાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર રહ્યું. તો અમદાવાદ નુ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ. આ સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે જેને લઈને ઠંડી અનુભવાશે. આ સાથે જ દક્ષિણ અને પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર પવનની ગતિમાં વર્તાઈ રહી હોવાની અને આજે કોઈપણ શહેરમાં કોલ્ડ વેવ ની આગાહી નહિ હોવાની પણ માહિત હવામાન વિભાગે જાહેર કરી છે.

(9:03 PM IST)