તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Saturday, 14th December 2024
વડોદરામાં કેન્સરના દર્દીઓને હવે કાર-ટી સેલ થેરેપી થી ઉપચાર
રૂ.૧૨ કરોડના ખર્ચે લેબોરેટરી તૈયાર : વાઘોડિયા-ગોરજ ખાતે મુનિ સેવા આશ્રમ હોસ્પિટલમાં આવનારા કેન્સરના દર્દીઓનો ઉપચાર ઓછી કિંમતમાં થઈ શકશે

વડોદરા: શહેરના (વાઘોડિયા-ગોરજ ખાતે) મુની સેવા આશ્રમ ખાતે કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને કાર-ટી સેલ થેરેપી થી ઉપચાર મળશે. તેને માટે રૂ.૧૨ કરોડના ખર્ચે લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. અધ્યાત્મિક વિભૂતિ અને સમાજ સેવિકા અનુબેનની પુણ્યતિથિના ઉપલક્ષ્યમાં ૧૮ ડિસેમ્બર થી આ પદ્ધતિને શરૂ કરવામાં આવનાર છે. તે ગુજરાતમાં પહેલી અનોખી પદ્ધતિ હશે. આ પદ્ધતિથી દર્દીઓના કે ટી સેલને લેબોરેટરીમાં એવી રીતે તૈયાર કરવામાં આવે
છે, કે તેઓ કેન્સરના કોષોની વિરુદ્ધ લડી શકશે.
વડોદરાના વાઘોડિયા-ગોરજ ખાતે મુનિ સેવા આશ્રમ હોસ્પિટલમાં આવનારા કેન્સરના દર્દીઓનો ઉપચાર ઓછી કિંમતમાં થઈ શકશે. દેશના ગણ્યા ગાઠ્યા પસંદગીના સેન્ટરોમા રૂ.૪૦ લાખમાં આ ઉપચાર કરવામાં આવે છે. વડોદરામાં તેની સરખામણીમાં અડધી કિંમતમાં આ અનોખો ઉપચાર મળી શકશે. હોસ્પિટલમાં ઓછા ખર્ચે દર્દીઓનો ઉપચાર કરવામાં આવે છે. વિકસિત અમેરિકા સહિત અનેક યુરોપીય દેશોમાં આ કાર-ટી સેલ થેરાપી ચર્ચાનો વિષય છે. તેનાથી દર્દીઓના ઉપચારને લઈને ખૂબ જ આશા છે. અમેરિકામાં લગભગ રૂ.૪ કરોડમાં થનાર આ ઉપચાર થેરેપી ને વડોદરામાં ખૂબ જ સસ્તા અને વ્યાજબી દરે કરવામાં આવે છે
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
