તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
ભારતીય સંસ્કૃતિનું જતન કરવાની આપણા સૌની ફરજઃ બળવંતસિંહ
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ વિષે સિધ્ધપુરમાં યોજાઈ પરિષદ પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે મંત્રીશ્રી બળવંપસિંહ રાજપુતની હાજરીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદ પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા.૧૪: કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ઓડોટોરિયમ હોલ, ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે ‘સાંસ્કળતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ' સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ભારત દેશ પાસે ભવ્ય સંસ્કળતિ અને ભવ્ય વારસો છે. બોલી, ભાષા અને સંસ્કળતિ દ્વારા ભારતીય સંસ્કળતિનું નિર્માણ થયું છે. તમામ ધર્મના તત્વોનો સાર ભારતની ભૂમિમાં છે. જેથી કોઈ દેશની પ્રગતિ વિષે જાણવું હોય તો તે દેશની સંસ્કળતિ વિષે જાણો. કોઈપણ દેશની પ્રગતિનું મૂલ્યાંકન તે દેશની સંસ્કળતિ દ્વારા થાય છે. ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જેની સંસ્કળતિ હજારો વર્ષોથી ચાલી આવે છે. સંસ્કળતિનું જતન કરવાની આપની સૌની ફરજ છે. આપના સૌના યોગદાનથી દેશ આત્મનિર્ભર બનશે. જેમાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીનું પણ યોગદાન રહેશે.ે ૬૫% આ પ્રસંગે ડો. નિશા પાંડે ઉપરાંત ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીની શૈક્ષણિક ફેકલ્ટી ઉપરાંત બહોળી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
