<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીને કુંભમેળામાં સંશોધન કરવા માટે આમંત્રણ પાઠવાયુ

અલગ અલગ વિભાગોના 40 વિદ્યાર્થીઓ કુંભ મેળામાં જઈ કુંભ મેળાના આયોજન અને વ્યવસ્થાપન અંગે અભ્યાસ કરશે

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉત્તર પ્રદેશમાં યોજાનાર કુંભના મહા મેળામાં જઈને સંશોધન કરવા માટે આમંત્રણ મળ્યું છે. જેને લઇ હવે યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા 40 જેટલા વિદ્યાર્થીઓ કુંભ મેળામાં જઈને કુંભમેળાની અલગ અલગ બાબતો સંદર્ભે સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે. 

  આગામી 13 મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ચાલુ વર્ષે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આ કુંભ મેળામાં ભાગ લે તેવું અનુમાન છે.  

   અત્રે ઉલ્લેખનીય છે કે એક જ સ્થાન પર લાંબા સમય સુધી ચાલતો એક મોટો ઉત્સવ હોવાથી ન માત્ર ભારત પરંતુ વિશ્વભરમાં તેની ચર્ચા થાય છે. દર બાર વર્ષ બાદ દેશભરના અલગ અલગ ખિસ્સામાં કુંભમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેનું આયોજન અલગ અલગ ક્ષેત્રના લોકો માટે એક અભ્યાસનો વિષય હોય છે. ગુજરાત યુનિવર્સિટીને અલગ-અલગ ફુલ આઠ જેટલા ક્ષેત્રોમાં કુંભમેળાના વ્યવસ્થાપન અને આયોજન સંદર્ભે અભ્યાસ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેનો યુનિવર્સિટીએ સ્વીકાર કર્યો છે

(1:16 PM IST)