તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
અમદાવાદના CTM વિસ્તાર નજીક મર્ડર :રેવાભાઈ એસ્ટેટ પાસે સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીકી યુવકની હત્યા
ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી:હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદનાં CTM વિસ્તાર નજીક હત્યાની વધુ એક ચકચારી ઘટના બની છે. રેવાભાઈ એસ્ટેટ પાસે છરીનાં ઘા ઝીંકી યુવકની હત્યા નીપજાવવામાં આવી છે. સામાન્ય બોલાચાલીમાં આ નિર્મમ હત્યા કરાઈ હોવાનું હાલ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદનાં સીટીએમ વિસ્તાર નજીક શનિવાર સવારે હત્યાની ઘટના બની છે. રેવાભાઈ સ્ટેટ પાસે આ હત્યાનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, સામાન્ય બોલાચાલીમાં શખ્સ દ્વારા યુવકને છરીનાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઇજાઓનાં કારણે યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યા કરી આરોપી ત્યાંથી ફરાર થયો હતો. સ્થાનિક લોકો દ્વારા રામોલ પોલીસને હત્યા અંગે જાણ કરાતા ટીમ ત્યાં પહોંચી હતી.
રામોલ પોલીસે યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી હાલ હત્યાનો ગુનો નોંધી હત્યારાને શોધ આદરી છે. પોલીસ તપાસમાં યુવકની હત્યા કરનારા આરોપીની ઓળખ અક્ષય ઉર્ફે ભુરિયા તરીકે થઈ છે. પોલીસે મૃતક યુવકનાં પરિવારજનોનો સંપર્ક કરવા તજવીજ હાથ ધરી છે. જો કે, યુવકની હત્યા પાછળનું મુખ્ય કારણ શું છે ? તે હાલ જાણી શકાયું નથી.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
