<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ખ્યાતિ હોસ્પિટલની ફરાર ડોક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી

અમદાવાદનાં ખ્યાતિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલની ફરાર ડોક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, રાજસ્થાનમાંથી ડો. રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારીએ ધરપકડથી બચવા માટે ત્રણ કેસમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અંગે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી રાજશ્રી કોઠારીની જામીન અરજી ફગાવી દીધી હતી

  તેમના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, “હું નિર્દોષ છું, મારે આ કેસ સાથે કોઈ જ લેવાદેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે, ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું. તેથી જામીન પર મુક્ત કરવા જોઈએ.

(1:40 PM IST)