તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Saturday, 14th December 2024
રાજસ્થાનમાં ભારે ઠંડી, માઉન્ટ આબુમાં જામ્યો બરફ: મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા
અરાવલી અને માઉન્ટ આબમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે: માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી ત્રણ ડિગ્રી નીચે જ્યારે ગુરુ શિખર પર તાપમાન માઈનસ 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

અમદાવાદ :હાલમાં રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. અરાવલી અને માઉન્ટ આબમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે છે. માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી ત્રણ ડિગ્રી નીચે છે. જ્યારે ગુરુ શિખર પર તાપમાન માઈનસ 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
માઉન્ટ આબુમાં ઘણી જગ્યાએ બરફ જામી ગયો છે. માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ લેવા માટે પહોંચી રહ્યા છે. અહીં ફેમસ પ્લેસ એવા ચાચા ઇન રિટ્રીટમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે.
વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં માઉન્ટ આબુ ફરવા માટે પ્રવાસીઓનું ટોપનું આકર્ષણ છે. અહીં, ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમવર્ષાનો અનુભવ કરવા માટે પહોંચે છે. હાલમાં અહીં માઉન્ટ આબુમાં બરફની ચાદરમાં ઢંકાઈ ગઈ છે અને વાહનો બરફમાં ઢંકાઈ ગયા છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
