તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
‘આ હોસ્પિટલના દર્દીઓએ અહિંથી દવા ખરીદવી ફરજીયાત નથી'
હોસ્પિટલની અંદર રહેલા મેડીકલ સ્ટોરે ફરજીયાત લખવુ પડશે : ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે પરિપત્ર બહાર પાડયો : ચુસ્ત અમલ કરાવવાની જવાબદારી જીલ્લાના મદદનીશ કમિશનરોને સોંપાઈ

રાજકોટ, તા. ૧૪ : સતત દોડધામવાળી જીંદગી, રહેણી કરણી, અનિયમીત જીવનશૈલી, સ્ટ્રેસફુલ લાઈફ, ભેળસેળ અને પેસ્ટીસાઈડ્સયુકત ખોરાક શાકભાજી વગેરેને કારણે લોકોની બીમારીઓમાં સતત વધારો થતો જાય છે. વિવિધ બિમારીઓને કારણે લોકોને ઘણી વખત હોસ્પિટલોમાં પણ દાખલ થવાની સલાહ ડોકટર્સ દ્વારા આપવામાં આવતી હોય છે.
હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓને માટે જરૂરીયાત મુજબની દવાઓ હોસ્પિટલની અંદર રહેલા મેડીકલ સ્ટોર્સ (ઈન હાઉસ મેડીકલ સ્ટોર્સ)માંથી જ મોટેભાગે મળતી હોય છે. જો કે તમામ હોસ્પિટલોની અંદર મેડીકલ સ્ટોર ન પણ હોઈ શકે.
ગુજરાત રાજયમાં આવેલ હોસ્પિટલો ખાતે ચાલતા ઈન હાઉસ મેડીકલ સ્ટોર્સ સંદર્ભે ગુજરાત રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે ગઈકાલે એક પરિપત્ર બહાર પાડીને હોસ્પિટલોની અંદર ચાલતા મેડીકલ સ્ટોર્સના સંચાલકોને ‘આ હોસ્પિટલના દર્દીઓએ અહિંથી દવા ખરીદવી ફરજીયાત નથી.'
આ સુચના સ્પષ્ટપણે દેખાય તે રીતે ફરજીયાતપણે લગાવવા કહ્યુ છે.
હોસ્પિટલના દર્દીઓને ઈન હાઉસ મેડીકલ સ્ટોર પાસેથી દવા ખરીદ કરવા માટે ફરજ પાડી શકાય નહિં તેવુ પણ પરિપત્રમાં જણાવાયુ છે.
પરિપત્રનું ચુસ્ત રીતે પાલન થાય તે માટેની જવાબદારી રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના તાબા હેઠળના તથા જીલ્લાના તમામ મદદનીશ કમિશનરોને સોંપવામાં આવી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
