<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

નકલી ED રેડ કેસ માં પૂર્વ કચ્છ SP સાગર બાગમારનો મોટો ખુલાસો: જરૂર પડ્યે આમ આદમી પાર્ટીનાં અન્ય નેતાઓની પૂછપરછ થઈ શકે છે

આરોપી અબ્દુલ સત્તાર માંજોઠીએ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા સાથે બે મહિના પૂર્વે ભુજ સર્કિટ હાઉસમાં બેઠક યોજી હોવાની ચર્ચા અંગે પૂર્વ કચ્છ પોલીસની તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ :  કચ્છના ગાંધીધામમાં ED ની નકલી રેડના ૧૨ આરોપીઓ પૈકીના સૂત્રધાર અબ્દુલ સત્તાર માંજોઠીનું કનેક્શન આમ આદમી પાર્ટી સાથે હોવાની ચર્ચાએ ખળભળાટ સર્જ્યો છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ના ટ્વીટ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પશ્ચિમ કચ્છ ઝોનના મહામંત્રી તરીકે કાર્યરત સત્તાર માંજોઠીએ રાજીનામું આપ્યાની પણ ચર્ચા છે. દરમ્યાન ED ની નકલી રેડની ચાલતી પોલીસ તપાસ વચ્ચે મોટો વળાંક આવી શકે છે. પોલીસ તપાસમાં અબ્દુલ સત્તાર માંજોઠી એ અનેક લોકોને ઠગ્યા હોવાનું ખુલ્યું છે. આ ઠગ બાજ આરોપી અબ્દુલ સત્તાર મંજોઠી એ ઠગી નાં તમામ રૂપિયા માં પાર્ટી માં વાપરતો હોવાની શક્યતા ને પોલીસ ચકાસી અને આગળ તપાસ કરી રહી છે. દરમ્યાન અબ્દુલ સત્તાર માંજોઠી એ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ની ભુજ સર્કિટ હાઉસ ખાતે ૨ મહિના અગાઉ બેઠક યોજી હોવાનું પણ ચર્ચામાં છે. પોલીસે આ અંગે આગળની તપાસ કરી રહી છે. ED રેડના આરોપી અબ્દુલ સત્તાર મંજોઠી સામે જામનગર અને ભુજ માં પણ 302,307 કલમ જેવા ગુના દાખલ છે. પૂર્વ કચ્છ પોલીસ ને તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે. ED ની નકલી રેડમાં અબ્દુલ સત્તાર મંજોઠી ની મુખ્ય ભૂમિકા હોવાનું CCTV ફૂટેજમાં સામે આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું છે કે જરૂર પડ્યે આપ ના અન્ય મોટા નેતાઓ ની પણ પૂછપરછ થઈ શકે છે.

(4:20 PM IST)