<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ઠંડા પવનો ફંકાતા આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે

દિવસ દરમિયાન પણ લોકો ગરમ વષાો પહેરીને ફરતા જોવા મળ્‍યા

અમદાવાદ,તા.૧૪ : ગુજરાતના કેટલાક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડી પડી રહી છે. રાજ્‍યમાં ઠંડીનું લેવલ વધી ગયું છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું ૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં ૧૦ ડિગ્રી, ડીસામાં ૯.૧, અમરેલીમાં ૧૨.૨, રાજકોટમાં ૧૦.૬, ભુજમાં ૧૧.૨, અમદાવાદમાં ૧૨.૫, સુરતમાં ૧૭.૧, કંડલા પોર્ટમાં ૧૪, પોરબંદરમાં ૧૫.૬, ભાવનગરમાં ૧૬.૩, દ્વારકામાં ૧૪.૯, વેરાવળમાં ૧૬.૪ અને ઓખામાં ૧૯.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્‍યમાં ઠંડી વધતા જ લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરીને ફરતા જોવા મળી રહ્યા છે, આ સાથે જ સવાર-સાંજ તાપણાં કરતા નજરે પડી રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો દિવસ દરમિયાન પણ સ્‍વેટર પહેરેલા જોવા મળી રહ્યા છે. 

(2:47 PM IST)