<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

રાજ્‍ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં પહેલીવાર બાયોમેટ્રિક ફિંગર પ્રિન્‍ટ લેવાશે : હસમુખ પટેલ

લેટ ફી ભરી શકાય છે અને કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે : ૨૨મીએ લેખિત પરીક્ષા

ગાંધીનગર,તા.૧૪ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્‍ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની ભરતી જાહેર કરાઈ હતી. જેની લેખિત પરીક્ષા ૨૨મી ડિસેમ્‍બરે લેવામાં આવશે. ત્‍યારે આ પરીક્ષાને લઈને GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્‍યું હતું કે, ‘રાજ્‍ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં પહેલીવાર બાયો મેટ્રિક ફિંગર પ્રિન્‍ટ લેવાશે.

 આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષામાં પહોંચવા એસટી બસની વ્‍યવસ્‍થા કરાઈ છે. જેમાં રાજ્‍ય વેરા નિરીક્ષકની પરીક્ષા અંગેની માહિતી આપતાં હસમુખ પટેલે જણાવ્‍યું હતે કે, આ પરીક્ષા માટે ૧.૮૫ લાખ સહમતિ પત્ર આવ્‍યા છે, જ્‍યારે સમગ્ર જિલ્લામાં ૭૫૪ પરીક્ષા કેન્‍દ્રો ફાળવવામાં આવ્‍યા છે. આ ઉપરાંત પહેલીવાર બાયો મેટ્રિક ફિગર પ્રિન્‍ટ સેન્‍ટર ખાતે લાવશે. ઉમેદવારને પરીક્ષા કેન્‍દ્ર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે વાહન વ્‍યવહારના એમડી સાથે ચર્ચા કરી છે. તેમને તમામ પરીક્ષા કેન્‍દ્ર સુધી ઉમેદવાર પહોંચે તેવી બસ વ્‍યવસ્‍થા કરી આપશે.

 વધુમાં GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્‍યું હતું કે, ‘એક ઉમેદવારની રજૂઆત હતી કે લેટ ફી ભરીને કોલ લેટર ડાઉનલોડ થઈ શકતા નથી. પરંતુ હવે સિસ્‍ટમ બરાબર ચાલી રહી છે લેટ ફી ભરી શકાય છે અને કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે. ઉમેદવાર પોતાની પેમેન્‍ટ સિસ્‍ટમ ચેક કરી લે.

(4:19 PM IST)