તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટની વધુ એક ઘટના : યુવાને રૂ.૨૩.૫૦ લાખ ગુમાવ્યા
બોગસ નોટરાઈઝ લેટર મોકલી સાયબર માફિયાઓએ યુવાન પાસે જુદાજુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા

સુરત,તા.૧૪ : ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ વધી રહી છે. તેમજ ઘણા કિસ્સામાં ઠગબાજ લોકો ઝડપાઇ રહ્યાં છે તેમજ પોલીસ પણ લોકોમાં જાગળતિ લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે છતાંપણ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો યુવાન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો છે.
યુવાન સિવિલ એન્જિનીયરને તમે મોકલેલા પાર્સલમાંથી ૧૬ ફેક પાસપોર્ટ, ૫૮ એટીએમ કાર્ડ, ૧૪૦ ગ્રામ ડ્રગ્સ મળ્યું છે કહી દિલ્હી પોલીસ, સીબીઆઈના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરીંગના કેસ કરવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી તેમજ બોગસ કોર્ટ ઓર્ડર મોકલી ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવશે કહી બેન્ક એકાઉન્ટમાં રહેલા પૈસા લીગલ કરવાના બહાને જુદાજુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી બોગસ નોટરાઈઝ લેટર મોકલી સાયબર માફિયાઓએ રૂ.૨૩.૫૦ લાખ પડાવ્યા હતા. જોકે, બાદમાં યુવાને ગુગલ સર્ચ કરી પોલીસ સ્ટેશનનો નંબર મેળવી ત્યાં વાત કરતા સુનિલ નામનો કોઈ કોન્સ્ટેબલ ત્યાં નહીં હોવાનું અને પોતાની સાથે સાયબર ફ્રોડ થયુ હોવાનું જાણવા મળતા યુવાને ૧૯૩૦ નંબર ઉપર ફરિયાદ કરી હતી. તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
