<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

પાટણમાં ૩ યુવકો ર.પ કરોડનાં ચંદનના જથ્‍થા સાથે ઝડપાતા પુછપરછ

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા. ૧૪ :..  આંધ્રપ્રદેશથી ગુજરાતમાં લાલ ચંદનની તસ્‍કરી પકડાઈ છે. આંધ્રપ્રદેશની ટાસ્‍ક ફોર્સ ટીમે પાટણ પોલીસની મદદથી સર્ચ ઓપરેશન કરી પાટણના હાજીપુર નજીક ગોડાઉનમાં છુપાવેલા ૨.૫ કરોડના ૪.૫ ટન ચંદનનાં લાકડા સાથે પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના ત્રણ યુવકને પરેશજી કાંતિજી ઠાકોર, હંસરાજ વીરાજી જોશી, અને ઉત્તમ નંદકિશોર સોનીને પકડી પાડયા છે. ટાસ્‍ક ફોર્મ ટીમે પકડેલા ત્રણેય આરોપીને તપાસ અર્થે આંધ્રપ્રદેશ લઈ જવાયા છે.

આંધ્રપ્રદેશના તિરુપતિમાં નોંધાયેલા ચંદન તસ્‍કરી કેસની તપાસમાં પાટણ - મહેસાણા અને જાણવા મળતા આંધ્રપ્રદેશની ટાસ્‍ક ફોર્સ ટીમ તપાસ અર્થે ઉત્તર ગુજરાત આવી આરોપીઓને શોધતા શોધતા પાટણ પહોંચી હતી. શુક્રવારે સ્‍થાનિક પાટણ એલસીબી પોલીસની મદદથી ચંદનની હેરાફેરીમાં સામેલ ત્રણને પકડ્‍યા હતા, જેમાં જાણવા મળ્‍યું હતું.

કે, પાટણ સિદ્ધપુર હાઈવે પર આવેલા હાજીપુર ગામ પાસે બંધ પડેલા શ્રેય નામના ગોડાઉનમાં ૭૦ નંબરની દુકાનમાં જથ્‍થો છુપાવ્‍યો છે. તપાસ કરતા અંદરથી પ્‍લાસ્‍ટિકની સફેદ રંગની થેલીઓમાં કટિંગ કરેલા ચંદનનાં લાકડાંનો મોટો જથ્‍થો મળી આવ્‍યો હતો. ટીમે વજન અને ગણતરી કરતા અંદાજ ૨.૫ કરોડનાં ૪.૫ ટન (૧૫૪ નંગ લાકડાં) હતા. તમામ લાકડાંનો જથ્‍થો સીઝ કરી પાટણ પોલીસને સોંપાયો હતા. બાદમાં તસ્‍કરી કેસમાં વધુ તપાસ અર્થે આંધ્રપ્રદેશ ટાસ્‍ક ફોર્સ ટીમ દ્વારા ત્રણે આરોપીઓને આંધ્રપ્રદેશ લઈ જવા માટેની તજવીજ શરૂ કરી હતી.

(4:13 PM IST)