હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરત :પરિણીત પ્રેમી પંખીડા મગદલ્લા બ્રિજ પરથી બાઈક અને મોબાઈલ મૂકી તાપી નદીમાં કૂદી પડ્યા
4 દિવસ બાદ યુવકનો મૃતદેહ મળ્યો: યુવતીનો હજુ પતો લાગ્યો નથી:મૂળ ભાવનગર અને હાલ સુરત રહેતો પરણિત યુવકને 5 મહિનાનો પુત્ર પણ છે

સુરત :શહેરના મગદલ્લા બ્રિજ પરથી એક પરિણીત પ્રેમીપંખીડાએ તાપી નદીમાં ઝંપલાવી દીધુ હતુ. જેમાં 4 દિવસ બાદ યુવકનો મૃતદેહ મળ્યો છે, જેને 5 મહિનાનો દીકરો હોવાનું પણ સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 10 ડિસેમ્બરના રોજ એક યુવક અને યુવતી બાઈક લઈને મગદલ્લા બ્રિજ પર આવ્યા હતા. જ્યાં બ્રિજ પર બાઈક અને મોબાઈલ ફોન મૂકીને બન્નેએ બ્રિજ પરથી તાપી નદીમાં પડતુ મૂક્યું હતુ
આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. જેનો 4 દિવસ બાદ મૃતદેહ મળી આવતા તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જ્યારે યુવતીની હજુ સુધી ભાળ નથી મળી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ મૂળ ભાવનગરના વતની અને હાલ સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતા રાકેશ પરમાર તરીકે થઈ છે. જે પરિણીત છે અને તેને 5 મહિનાનો પુત્ર પણ છે. રાકેશ અને તેની સાથે તાપી નદીમાં ઝંપલાવનાર યુવતી પણ પરિણીત હોવાનું અને બન્ને પાડોશમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે. આ બન્ને વચ્ચે છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમસબંધ હતો. જો કે રાકેશના ઘરે દીકરાનો જન્મ થતાં બન્ને સાથે નહીં રહી શકે, તેમ માનીને અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
