હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 14th December 2024
રાજપીપળામાં બે દિવસથી કાશ્મીરી ઠંડીનો અહેસાસ
કડકડતી ઠંડીમાં નાના બાળકો અને વૃધ્ધોની હાલત દયનીય બની

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કાશ્મીરી ઠંડી વચ્ચે થરથરતા લોકો આખો દિવસ ઘરો માં ભરાઈ રહ્યા, જોકે સવારે દૂધ વાળા, પેપર વાળા સહિત કામ પર જતા લોકો રસ્તા પર જોવા મળ્યા પરંતુ શરીર ઉપર ગરમ વસ્ત્રો પહેરી નિકળ્યા હતા. આ કડકડતી ઠંડી માં નાના બાળકો અને વૃધ્ધો ની હાલત દયનીય બની છે.
જ્યારે બીજી તરફ રાજપીપળામાં ગરમ વસ્ત્રો વેચતા વેપારીઓ ને ત્યાં ગ્રાહકો ની ભીડ જોવા મળી અને વહેલી સવારે કામકાજ માટે જતા લોકો રસ્તા માં તાપણું કરી ઠંડી ઉડાડતા નજરે પડ્યા હતા. (ભરત શાહ, નર્મદા)
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
