News of Saturday, 14th December 2024
રાજપીપળા એમએએમ પ્રિ સ્કૂલમાં પ્રથમ સ્પોર્ટ્સડેનું સફળતા પૂર્વક આયોજન
શાળાના બાળકોએ ઉત્સાહભેર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લઈ મહાનુભાવોના હસ્તે ઇનામ મેળવ્યા

(ભરત શાહ દ્વારા )નર્મદા : ખુબજ ટૂંકા સમયમાં પ્રસિદ્ધિ સાથે નામના મેળવનાર રાજપીપળાની એમએએમ ઈંગ્લીશ મીડ્યમ પ્રિ સ્કૂલમાં પ્રથમ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરાયું હતું જેમાં નર્સરી જુનિયર અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો, સ્પર્ધા માં લીંબુ ચમચી, બાસ્કેટ બોલ, પિક બોલ, બોલ બેલેંસિંગ, હોકી બોલ જેવી અનેક રમતો ના આયોજન કરાયું હતું
સમગ્ર કાર્યક્રમમાં વિજેતા થયેલા બાળકોને આમંત્રિત મહેમાનોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બાળકોનો ઉત્સાહ વધારવા બાળકોના વાલીઓ માટે પણ ઇવેન્ટ નું આયોજન કરાયું હતું. આમ રાજપીપલા એમએએમ પ્રિ સ્કૂલમાં પ્રથમ સ્પોર્ટ્સડે નું આયોજન કરાયુ અને એ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
