<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, નવસારી, મહેસાણ, આણંદ, નડિયા અને અમરેલીમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડાઃ ૬.૭૦ કરોડની કરચોરી ઝડપાઇ

અમદાવાદઃ રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગનાં દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. રાજ્યનાં 9 શહેરોમાં વેડીંગ ગારમેન્ટસ ઈન્ડસ્ટ્રીનાં વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યનાં 9 શહેરોમાં આવેલા 43 વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વેડીંગ ગારમેન્ટ્સ ઈન્ડસ્ટ્રી પર સ્ટેટ જીએટી વિભાગ દ્વારા દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યનાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, નવસારી, મહેસાણ, આણંદ, નડિયા અને અમરેલીમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન 6.70 કરોડની કરચોરી પણ ઝડપાઈ છે. તેમજ તપાસ દરમ્યાન હજુ પણ કરચોરીનો આંકડો વધે તેવી શક્યતાઓ છે.

 

(11:11 AM IST)