હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત યુનિ.માં ફી કમિટીની રચના પહેલા જ BBA-BCA કોલેજોને ફી વધારો આપતા વિવાદ
સૈદ્ધાંતિક મંજૂરીના નામે ફી વધારો કરાતા હવે કમિટી પાસે વધારો મંજૂર કરવા સિવાય કોઇ વિકલ્પ ન રહ્યો

અમદાવાદ,તા.૧૫, : ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવી ફી કમિટીની રચના કરવામાં આવી છે. નિયમ પ્રમાણે કમિટીની રચના થયા પછી કમિટી સમક્ષ જુદા જુદા કોર્સમાં ફી વધારા માટે કોલેજો દ્વારા દરખાસ્ત કરવામાં આવે તેનું મૂલ્યાંકન કરીને ફી વધારો આપવો કે નહીં અથવા તો કેટલો ફી વધારો આપવો તે નક્કી કરવાનું હોય છે. યુનિવર્સિટી દ્વારા ફી કમિટીની રચના થાય તે પહેલા જ બીબીએ-બીસીએ કોલેજોમાં ૨૫૦૦ જેટલો ફી વધારો આપવાની જાહેરાત કરી દેવાતા અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.
યુનિવર્સિટી અને સંલગ્ન સ્વનિર્ભર કોલેજોમાં ચાલતાં જુદા જુદા કોર્સની ફી નક્કી કરવા નિવૃત્ત ન્યાયધીશના નેજા હેઠળ ૬ સભ્યોની ફી કમિટીની રચના કરવામાં આવી છે. સૂત્રો કહે છે કે, ફી કમિટી અસ્તિત્ત્વમાં આવ્યા પછી સ્વનિર્ભર કોલેજોએ ફી વધારા માટે આ કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. ફી કમિટીમાં નિયમ પ્રમાણે એક સીએની પણ નિયુક્તિ કરવામાં આવે છે. આ સીએ દ્વારા જે સંસ્થાઓ દ્વારા ફી વધારાની દરખાસ્ત કરવામાં આવી છે તેના આવક-જાવકના હિસાબો, ફીની આવક, અન્ય ખર્ચાઓ અને કર્મચારીઓ અને ફેકલ્ટીને ચૂકવાતા પગાર ઉપરાંત તમામ આનુશાંગિક ખર્ચાઓની ચકાસણી કર્યા બાદ ખરેખર ફી વધારાની જરૂર છે કે નહીં તેનો નિર્ણય કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા પહેલા સ્વનિર્ભર કોલેજો પાસેથી ફી વધારા અંગેની દરખાસ્ત મગાવવામાં આવતી હોય છે.
આશ્ચર્યની વાત એ છે કે, નવનિયુક્ત ફી કમિટી કોઇ સ્વનિર્ભર કોલેજ પાસેથી ફી વધારાની દરખાસ્ત મગાવે અને તેના પર કોઇ નિર્ણય કરે તે પહેલા જ યુનિવર્સિટી એટલે કે કુલપતિ દ્વારા સ્વનિર્ભર બીબીએ-બીસીએ કોલેજમાં ૨૫૦૦ રૂપિયાનો ફી વધારો કરવાની જાહેરાત પણ કરી દીધી છે. સૂત્રો કહે છે કે, યુનિવર્સિટીએ ફી કમિટીની રચના કરવાની હતી તો પછી આ કમિટી મારફતે કોલેજોના હિસાબની ચકાસણી કર્યા બાદ ફી વધારો કરવાના બદલે બારોબાર ફી વધારાનો નિર્ણય કેમ કર્યો તે રહસ્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
