હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડોદરાના ભાયલી વિસ્તારમાં બ્રોડવે કોમર્શિયલ હબ, પેટ્રોલ પંપ પાસે પાણીની નવી લાઈનની સાથે ફીડર નાની લાઈનના જોડાણની કામગીરી કારણે પશ્ચિમ વિસ્તારમાં બે દિવસ નહીં મળે

વડોદરાઃ ભાયલી વિસ્તારમાં બ્રોડવે કોમર્શિયલ હબ, પેટ્રોલ પંપ પાસે પાણીની નવી લાઈનની સાથે ફીડર નાની લાઈનના જોડાણની કામગીરી કરવાની હોવાથી શહેરના પશ્ચિમ વિસ્તારના અંદાજિત 3 લાખ જેટલા સ્થાનિક રહીશોને તા. 17મીએ બપોરે અને તા. 18મીએ સવારે પાણી મળશે નહીં.
તા. 17મી ના રોજ સવારના સમયે પાણી વિતરણ કર્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવનાર હોય મકરપુરા-ભાયલીના વિવિધ વિસ્તારમાં તા. 18મીએ સવારનું પાણી આપી શકાશે નહીં અને બપોર બાદ પાણી વિલંબ થી ઓછા દબાણ અને ઓછા સમય માટે અપાશે.
પાણી પુરવઠા પ્રોજેક્ટના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, વડોદરા પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના ભાયલી વિસ્તારમાં બ્રોડબેગ કોમર્શિયલ હબ, એચપી પેટ્રોલ પંપ પાસે પાણીની નવી 700 મીમી ડાયા એચ.એસ-એમ.એસ ફીડર લાઇનની 1450 મીમી સિંધરોટ ની એચ.એસ-એમ.એસ ફીડર લાઇન સાથે જોડાણની કામગીરી હાથ ધરવામાં આવનારી છે.
તા. 17મીએ સવારના સમયે પાણી વિતરણ કર્યા બાદ હાથ ધરવામાં આવનાર હોય જેથી સિંધરોટ ડબ્લ્યુ ટીપીથી પાણી મેળવતી મકરપુરા જીઆઇડીસી રોડ ટાંકી, તરસાલી ટાંકી, માંજલપુર ટાંકી, લાલબાગ ટાંકી, મકરપુરા એરફોર્સ બુસ્ટર, મકરપુરા ગામ બુસ્ટર, જાંબુઆ ટાંકીથી પાણી મેળવતા વિસ્તારમાં તા. 17મીએ બપોર બાદ અને તા. 18 ના રોજ પાણી મળી શકશે નહીં. તા. 18મી ના રોજ પાણી ઓછા પ્રેસર અને ઓછા સમય માટે નિયત સમય કરતા મોડું આપવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
