News of Sunday, 15th December 2024
કંપનીમાં ભાગીદારીનાં નામે ખેડૂત સાથે 14.75 કરોડની છેતરપીંડી : નવરંગપુરા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
રૂંથલા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની આરોપીની નામની મોટી કંપની ધરાવે છે. તે પોતે ડાયરેકટર છે. તેમ કહીને લોભ લાલચ આપીને પ્રોપર્ટીથી મોર્ગેજ લોન લઈ ઠગ પોતના અંગત ઉપયોગમાં લીધી

અમદાવાદ :શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 14 ડિસેમ્બર 2024એ પ્રદીપ સેંજલિયા નામના ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એકના ડબલ પૈસા કરવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. તેમ જ ગુનાહિત કાવતરૂં રચીને ઠગ અનિલ રૂંથલા ગારમેન્ટ અને ટેકસટાઇલના મોટા વેપારી છે. તે સમગ્ર ભારત અને બહારના દેશોમાં માલને એક્સપોર્ટ કરે છે. રૂંથલા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની આરોપીની નામની મોટી કંપની ધરાવે છે. તેમાં તે પોતે ડાયરેકટર છે. તેમ કહીને ખેડૂતે લોભ લાલચ આપીને તેની પ્રોપર્ટીથી મોર્ગેજ લોન લઈ ઠગ પોતના અંગત ઉપયોગમાં લીધી હતી. અને ધંધાના નામે 14.75 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હતી.
એક ઠગ વેપારીને ખેડૂતની જમીનનો સોદો નક્કી કરાવી અને ગારમેન્ટ અને ટેકસટાઇલ ધંધામાં સારું વળતર મળશે તેવી લાલચ આપી 14.75 કરોડની મોર્ગેજ લોન લઈ છેતરપિંડી કરી હતી .આ મામલે ખેડૂતએ ઠગ સામે નવરંગપુરા પોલીસ મથક ફરિયાદ નોંધાઇ છે.
શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 14 ડિસેમ્બર 2024એ પ્રદીપ સેંજલિયા નામના ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એકના ડબલ પૈસા કરવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. તેમ જ ગુનાહિત કાવતરૂં રચીને ઠગ અનિલ રૂંથલા ગારમેન્ટ અને ટેકસટાઇલના મોટા વેપારી છે. તે સમગ્ર ભારત અને બહારના દેશોમાં માલને એક્સપોર્ટ કરે છે. રૂંથલા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની આરોપીની નામની મોટી કંપની ધરાવે છે. તેમાં તે પોતે ડાયરેકટર છે. તેમ કહીને ખેડૂતે લોભ લાલચ આપીને તેની પ્રોપર્ટીથી મોર્ગેજ લોન લઈ ઠગ પોતના અંગત ઉપયોગમાં લીધી હતી. અને ધંધાના નામે 14.75 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હતી.
ઠગ અનિલ દ્વારા ખેડૂત પાસેથી કોરા લેટર પેડ પર સહી કરાવી હતી .અને ખેડૂત પોતાની કંપનીમાં મોટા હોદ્દા પર રાખીને 20 ટકાની ભાગીદારી આપી હતી .આ મામલાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ખબર પડી તેના પ્રોપર્ટીથી લીધેલી લોન ઠગ પોતના અંગત ઉપયોગમાં લેવાય છે. તેની જાણ થતાં ખેડૂત નવરંગ પુરા પોલીસનું સંપર્ક કરી ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ આધારે નવરંગપુરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
