<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

અમદાવાદમાં ગાડીની નંબર પ્લેટ બદલાવી મોંઘી વસ્તુઓની ચોરી કરનાર આરોપી સમીર પઠાણની મુદ્દામાલ સાથે ધરપક્ડ

અમેઝોન કંપનીના પાર્સલ ડિલિવરી કરવા આવેલી ઇકો કાર અને 54 પાર્સલ ચોરીની ઘટના બાદ DCP ઝોન 7 ની LCB સ્કોર્ટ ટીમ કામે લાગી હતી

અમદાવાદ :ગાડીની નંબર પ્લેટ ચોરી કરીને પોતાની ચોરી કરેલી ગાડીમાં લગાવીને રસ્તામાં પાર્ક કરેલી ગાડીમાંથી લેપટોપ ,સહિતની મોંઘી વસ્તુઓની ચોરી કરનાર ઇસમે ઝોન 7 LCB સ્કોર્ટ ઝડપી  પડયો છે. મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપક્ડ કરી છે.

ગત 27 નવેમ્બરના રોજ આંનદનગર પોલીસ સ્ટેશન વિસ્તરમાંથી રાજશ્રી ટાવરના ગેટ પાસે પાર્ક કરેલી અમેઝોન કંપનીના પાર્સલ ડિલિવરી કરવા આવેલી ઇકો કાર અને 54 પાર્સલ ચોરીની ઘટના બની હતી . આ અંગે આનદનગર પોલીસ ગુનો નોંધી તપાસ શુરુ કરી હતી. આ ગુનાની ગંભીરતાથી લઈ DCP ઝોન 7 ની LCB સ્કોર્ટ ટીમ કામે લાગી હતી. શહેરના અલગ વિસ્તારોમાં CCTV કેમરા ફૂટેજના આધારે તપાસ કરી હતી ત્યારે તપાસ કરતાં ઝોન 7 LCB બાતમી મળી હતી આંનદનગર વિસ્તારમાં સમીર પઠાણ નામ ઇસમની તમામ ચોરીના બનવામાં મુખ્ય ભૂમિકા છે.  

તપાસ કરતાં પોલીસ અનેકો ચોરીના પુરાવાઓ હાથ લાગ્યા હતા તેના આધારે આરોપીની પોલીસે ધરપક્કડ કરી હતી .

 

આરોપી પાસેથી ઇકો કાર ,ઓટો ,એક્ટિવ ,12 ટેપટોપ એમજોન કંપનીના 32 પાર્સલ ,મોબાઈલ ફોન અને 18 વાહનોની નંબર પ્લેટ સહિતનો પોલીસે મુદ્દામાલ કબજે કર્યું છે આરોપી સમીર

પઠાણ ગુનાહિત ઇતિહાસ ઘરાવે છે. તેના વિરુદ્ધ આનંદનગર , શહેરકોટડા ,સરખેજ ,મણિનગર ,કાલુપુર ,કાગડપીઠ ,મહેસાણ , સહિતના પોલીસ મથકે ગુનાઓ નોંધીએલાં છે આ ગુના કામે ઝોન 7 LCB 16 જેટલા ગુનાઓના ભેદ ઉકેલ્યો છે

(7:19 PM IST)