News of Sunday, 15th December 2024
તાપમાનનો પારો સામાન્ય વધ્યો:રાત્રે અને સવારે ઠંડીનો ચમકારો યથાવત : નલિયા સૌથી ઠંડુ શહેર
ડીસામાં 8.9, અમરેલીમાં 10, વડોદરામાં 10.2 ડિગ્રી,રાજકોટમાં 10.4, ભુજમાં 11.2, ગાંધીનગરમાં 11.4, કેશોદમાં 11.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

અમદાવાદ :રાજ્યમાં આજે મહત્તમ પારો સામાન્ય વધ્યો છે. જોકે લઘુત્તમ પારામાં ઘટાડો નોંધાતા રાત્રે અને સવારે ઠંડીનો ચમકારો યથાવત છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે 6.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરબદલ જોવા નહીં મળે તેમ હવામાન વિભાગનું કહેવું છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 33.2 ડિગ્રી, સુરતમાં 32.2, અમરેલીમાં 30.8, પોરબંદરમાં 30.8, સુરેન્દ્રનગરમાં 30.8, મહુવામાં 30.8, કેશોદમાં 29.8, વડોદરામાં 29.6, વેરાવળમાં 29.4, ડીસામાં 29.2, ભુજમાં 29, દ્વારકામાં 28.6, અમદાવાદમાં 28.3, નલિયામાં 28.2, વલ્લભ વિદ્યાનગરમાં 27.9, ગાંધીનગરમાં 27.8, ભાવનગરમાં 27.2, કંડલા પોર્ટમાં 26.6, ઓખામાં 25.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 6.2 ડિગ્રી, ડીસામાં 8.9, અમરેલીમાં 10, વડોદરામાં 10.2, રાજકોટમાં 10.4, ભુજમાં 11.2, ગાંધીનગરમાં 11.4, કેશોદમાં 11.7, મહુવામાં 11.9, વલ્લભ વિદ્યાનગરમાં 12.4, સુરેન્દ્રનગરમાં 12.6, ભાવનગરમાં 13.2, અમદાવાદમાં 13.5, પોરબંદરમાં 14.1, કંડલા પોર્ટમાં 15, દ્વારકામાં 15.6, વેરાવળમાં 17.3, સુરતમાં 18.4, ઓખામાં 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
