હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગરમાં લગ્નના ત્રીજા જ દિવસે પત્નીએ પોત પ્રકાશ્યું :પ્રેમીના હાથે પતિનું અપહરણ અને હત્યા કરાવી
કરાઇ કેનાલમાં ફેંકેલો ભાવિકનો મૃતદેહ અંબાપુર કેનાલમાંથી મળ્યો : સસરાએ ફોન કરતા જણાવ્યું કે તમારો દીકરો મને પસંદ નથી. હું છેલ્લા ચાર વર્ષથી મારા મામાના દીકરા કલ્પેશના પ્રેમમાં છું. હું તેની સાથે રહેવા માગું છું.

ગાંધીનગરમાં લગ્નના ત્રીજા જ દિવસે પત્નીએ પ્રેમી સાથે મળીને પત્નીની હત્યા કરાવી હોવાનો કિસ્સો બન્યો છે. પરિણીતાને ચાર વર્ષથી મામાના દીકરા સાથે પ્રેમ હતો અને પતિનો કાયમ માટે કાંટો કાઢવા માટે પ્રેમીને કહ્યું હતું. લગ્નના ત્રીજા દિવસે પ્રેમીએ પ્રેમિકાના પતિનું અપહરણ કર્યું અને ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. સમગ્ર બનાવ અંગે પરિણીતા દ્વારા ઘટસ્ફોટ કરાતા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરાઈ છે અને મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આજે અંબાપુર કેનાલમાંથી મૃતદેહ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શનિવારે ભોગ બનનાર ભાવિક ચુનારાના પિતા કનૈયાલાલ નટવરલાલ ચુનારા દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ અમદાવાદના વટવાના ખુશાલાવાસ વિસ્તારમાં રહે છે અને તેમના પુત્ર ભાવિકના ગાંધીનગરના કોટેશ્વરમાં રહેતા સુરેશભાઈ દંતાણીની પુત્રી પાયલ સાથે 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યા હતા. 11 ડિસેમ્બરના રોજ પાયલ તેના પિયર ગઇ હતી. તેથી 13 ડિસેમ્બરના રોજ પાયલનું આણું કરી તેડી લાવવાની હોવાથી ભાવિક એક્ટિવા લઇને તેને વટવાથી નીકળ્યો હતો. જે દરમિયાન રાયપુર દરવાજા ખાતે જૂના ઘરે અમારા પિતાજીને મળવા ગયો હતો અને ત્યાંથી કોટેશ્વર જવા નીકળ્યો હતો.
ભાવિકે કોટેશ્વર જતા પહેલા પિતાજીને ફોન કર્યો હતો કે હું મારી પત્નીને તેડવા જઇ રહ્યો છું પરંતુ મને લાગે છેકે તે આ લગ્નથી ખૂશ નથી તેવું મને લાગી રહ્યું છે. જોકે એ સમયે સુરેશભાઈએ પુત્ર ભાવિકને સમજાવ્યું હતું કે તું જે પ્રકારે વિચારે છે તેવું નથી. 13 ડિસેમ્બરે બપોરના સમયે ભાવિકના સસરાનો ફોન આવ્યો હતો કે ભાવિક હજી સુધી પાયલને તેડવા માટે આવ્યો નથી. જેથી સુરેશભાઈએ ભાવિકને ફોન કર્યો હતો પરંતુ સંપર્ક થયો ન હતો. જેથી ચિંતા થતાં અમે તેને શોધવા માટે નીકળ્યા હતા.
પિતા સુરેશભાઈ પુત્ર ભાવિકની શોધખોળ કરી રહ્યાં હતા ત્યારે તેના સસરાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ભાવિકનું એક્ટિવા કોટેશ્વર મહાદેવ મંદિર પાસે રસ્તા પર પડેલું છે. જેથી સુરેશભાઈ પોતાના મિત્ર સાથે ત્યાં પહોંચ્યા હતા. આસપાસ તપાસ કરતા ભાવિકની કોઇ ભાળ મળી ન હતી. એ સમયે ત્યાં આસપાસ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એક્ટિવા સવાર યુવકને ઇનોવા કારની ટક્કર વાગી હતી. ઇનોવા કારમાં આવેલા ત્રણ શખ્સો યુવકને ઉઠાવીને લઇ ગયા હતા. એ શખ્સોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ અમારા જમાઇ છે અને તેને દવાખાને લઇ જઇએ છીએ.
પિતા સુરેશભાઈએ વારંવાર ભાવિકના ફોન પર ફોન કર્યો હતો પરંતુ સંપર્ક ન થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તપાસ કરી હતી પરંતુ કોઇ ભાળ મળી ન હતી. ત્યારબાદ ભાવિકના સસરાના ઘરે પહોંચ્યા હતા અને ભાવિક વિશે પૂછપરછ કરી હતી. જે દરમિયાન ભાવિકની પત્ની પાયલ પર શંકા થતાં ભાવિકના પિતાએ તેને પૂછ્યું હતું. પહેલા ગલ્લા તલ્લા કર્યા હતા પછી તેણે જણાવ્યું હતું કે, તમારો દીકરો મને પસંદ નથી. હું છેલ્લા ચાર વર્ષથી મારા મામાના દીકરા કલ્પેશના પ્રેમમાં છું. હું તેની સાથે રહેવા માગું છું. મારા લગ્ન થયા ત્યારેજ મે કલ્પેશને જણાવ્યું હતું કે, આપણે એક થવું હશે તો ભાવિકને વચ્ચેથી કાઢવો પડશે.
તેણે વધુમા જણાવ્યું હતું કે, અમે પ્લાન બનાવ્યો હતો કે 13 ડિસેમ્બરે ભાવિક મને તેડવા આવે એ પહેલા તેને પતાવી દઇશું. ભાવિક જ્યારે તેડવા આવી રહ્યો હતો ત્યારે કલ્પેશ અને અન્ય બે શખ્સોએ ભાવિકનું અપહરણ કરી લીધું હતું અને કોટેશ્વરથી નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું. ભાવિકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે, જેમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, ભાવિકનુ અપહરણ કરી કારમાં જ ગળે ટૂંપો દઇ તેની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ મૃતદેહ કરાઇ કેનાલમાં ફેંકી દીધો હતો.
આરોપીઓ દ્વારા હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું જણાવતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે કરાઇ કેનાલમાં ફેંકેલો ભાવિકનો મૃતદેહ અંબાપુર કેનાલમાંથી મળી આવ્યો છે. મૃતદેહનો કબજો મેળવી પોલીસે પીએમ અર્થે ખસેડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
