હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપીપળામાંથી મોબાઇલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી ચોરને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

( ભરત શાહ,દ્વારા ) નર્મદા : આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાનાઓ મિલ્કત સબંધી ગુનાઓને ડીટેક્ટ કરવા ખાનગી બાતમીદારો તથા વાહન ચેકીંગ દરમ્યાન ડીટેક્ટ કરવા એલ.સી.બી. ટીમોને સુચના કરતા, એલ.સી.બી.ની ટીમ રાજપીપળા પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન રાજપીપળા પો.સ્ટે. માં મોબાઇલ ચોરી નો ગુનો રજીસ્ટર થયેલ જે ગુનાની ટેકેનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરતાં આ મોબાઇલ રાજપીપળા ટાઉનમા કાલાઘોડા વિસ્તારમાં હોવાનું જણાઇ આવેલ જેથી એલ.સી.બી. ટીમ કાલાઘોડા ખાતે જતા ત્યાં રોડની સાઇડમાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા જેની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ શોએબ ઉર્ફે સદ્દામ અનવર વોરા (ઉ.વ ૩૩ )( રહે .સેવાલીયા તા.ઠાસરા જી.ખેડા )નાઓનું હોવાનું જણાવેલ. તેમજ તેની અંગ ઝડતી તપાસ કરતાં તેની પાસેથી એક સેમસંગ કંપનીનો ગેલેક્ષી નોટ ૧૦+ મોડેલવાળો મેટાલીક બ્લ્યુ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવેલ. જેથી આ મોબાઇલ બાબતેના સાધનીક કાગળોની પુછપરછ કરતાં ગલ્લા-તલ્લા કરતો હોય, આ મોબાઇલ પોતાના અંગત ફાયદા સારૂ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનુ જણાઇ આવતા મોબાઇલની વિગતો તપાસ કરતાં આ મોબાઇલ રાજપીપળા પો.સ્ટે. ના ગુનાનો હોઇ જેથી આ મોબાઇલ ચોરી માં તેની અટકાયત કરી આગળની વધુ તપાસ અર્થે રાજપીપળા પો.સ્ટે.ને સોંપી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
