<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

રાજપીપળા બસ ડેપોમાંથી મહિલાના પર્સમાંથી થયેલ રોકડની ચોરીમાં 5 મહિલા ચોર ઝડપાઈ..

મહિલાઓને મુદ્દામાલ સાથે રાજપીપળા પોલીસે ઝડપી મોટી સફળતા મેળવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપો પરથી હાલમાં લગ્નની ખરીદી માટે જતા એક મહિલાના પર્સમાંથી રોકડ રકમની ચોરી થઈ હોય એ બાબતે રાજપીપળા પોલીસ મથકે ભોગ બનનાર ગૌરીબેન તેજસભાઈ પટેલ (રહે,માંગરોલ બ્રાહ્મણ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા ) નાઓએ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી
   આ કેસ માં પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ ખાનગી બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી આવા લોકોને ઝડપી પાડવા સુચના આપતા વિ.કે.ગઢવી પોલીસ ઇન્સપેક્ટર રાજપીપલા પોલીસ સ્ટેશનનાએ મહિલા ના લેડીઝ પર્સની અંદર મુકેલ નાના પાકીટમાં મુકેલ રૂ.૪૮૦૦૦/- ની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયેલ હોય જે ગુનાના કામે કમાન્ડ કન્ટ્રોલ રાજપીપલાના સી.સી.ટી.વી ફૂટેજ તથા બસ સ્ટેશનના અને રાજપીપલા ટાઉનના અલગ-અલગ જગ્યાના સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરતા પાંચ મહીલા ચોરી બાબતે શંકાસ્પદ જણાતા શંકાસ્પદ મહીલાઓની તપાસ કરતા આ.લો.ર વિનોદભાઇ પરાગભાઈ બ.નં.૦૨૨૦ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે આ મહીલાઓ અંકલેશ્વર ના અલગ-અલગ વિસ્તારમાં રહે છે જે માહિતી ના આધારે રાજપીપલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના માણસો અંકલેશ્વર જઈ ચોરીમાં શંકાસ્પદ મહીલાઓની તપાસ કરતા (૧) કવિતાબેન સાગરભાઈ રાજુભાઇ હાથાગલી( રહે.બાપુનગર બ્રીજની નીચે અંક્લેશ્વર )તથા (૨) કવિતાબેન મનોજભાઇ રામદાસ સાસાની( રહે. અંદાળા નવી વસાહત અંકલેશ્વર )તથા (૩) રીટાબેન  રોશનભાઈ લક્ષ્મણભાઇ હાથાગલી (રહે.મહાવીર ટર્નીંગ પાસે ઈન્દીરાનગર અંક્લેશ્વર) તથા (૪) ગંગાબેન  રમેશ ભાઈ બાંડુભાઈ લોન્ડે (રહે.અંદાળા નવી વસાહત અંકલેશ્વર) તથા (૫) સવીતાબેન તે રાજુભાઇ છગનભાઇ બોળખે (રહે.વાલીયા ચોકડી રેલ્વે સ્ટેશન પાછળ પ્રતિક ચોકડી પાસે અંકલેશ્વર )ને સી.સી.ટી.વી. ફૂટેજ સાથે મેચ કરી ગુના બાબતે પુછતા રાજપીપલા બસ સ્ટેશન માં ધક્કામુકી કરી એક મહિલાના લેડીઝ પર્સ માંથી ચેન ખોલી રૂ.૪૮૦૦૦/-ની પોતે ચોરી કરેલાની કબુલાત કરતા હોય જેથી આ મહિલાઓ ને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

બોક્ષ : દારૂ અને ચોરી ના ગુનાઓ માં અંકલેશ્વર તરફની મહિલાઓની સંડોવણી સામે આવી

હાલમાં સાગબારા પોલીસે ધનસેરા ચેકપોસ્ટ પરથી દારૂના મોટા જથ્થા સાથે અંકલેશ્વર ના ગડખોલ પાટિયા પાસે રહેતી એક મહિલા ને ઝડપી લીધી હતી અને હાલ માં રાજપીપળા એસટી ડેપો માં થયેલી રોકડ રકમની ચોરી માં પણ અંકલેશ્વર તરફની પાંચ મહિલાઓ ને ઝડપી પાડતા મહિલાઓ નુ આવા કારનામા માં મોટું નેટવર્ક લાગી રહ્યું છે.

(10:49 PM IST)