તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th December 2024
સુરતમાંથી બોગસ ડોકટરો બાદ 2.50 કરોડથી વધુની નકલી ચલણી નોટો સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
મુંબઈથી બનાવટી નોટોનું સુરતમાં ઘુસાડવાનું કાવતરું કરાયાનો આરોપ ડીંડોલી પોલીસે 3 આરોપીઓને નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યા

સુરતમાંથી બોગસ ડોકટરો બાદ હવે 2.50 કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. સુરતના ડીંડોલી પોલીસે 3 આરોપીઓને નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યા છે.
મુંબઈથી બનાવટી નોટોનું સુરતમાં ઘુસાડવાનું કાવતરું કરાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. નકલી નોટને બેંક સહિત અન્ય જગ્યા પર આપી છેતરપિંડી આચરવાનું કારસ્તાન ઘડાયુ હોવાનું સામે આવી રહ્યું છે.
ગેંગ નોટના બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી રાખતા હતા. જ્યારે બંડલની વચ્ચે બનાવટી નોટો રાખી છેતરપિંડી આચરતા હતા. નીયોલ ચેકપોસ્ટ નજીકથી નકલી નોટ સાથે આરોપી ઝડપાયા હતા. 500 થી 200ના દરની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
