News of Sunday, 15th December 2024
બહુચરાજીની દેલપુરા સ્કૂલના 8 બાળકોને ખોરાકી ઝેરની અસર:તંત્રમાં દોડધામ
2થી 10 વર્ષના બાળકોને અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા :ગામની શાળામાં ઉગાડવામાં આવેલા કોઈ વૃક્ષનું ફળ ખાવાના કારણે બાળકોને પોઇઝનિંગ

મહેસાણાના બહુચરાજી તાલુકામાં આવેલા દેલપુરા ગામના 8 જેટલા બાળકોને ઝેરી ખોરાકીની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. ગામની શાળામાં ઉગાડવામાં આવેલા કોઈ વૃક્ષનું ફળ ખાવાના કારણે બાળકોને પોઇઝનિંગ થયું હતું. આ ઘટનામાં 8 જેટલાં બાળકોને બહુચરાજી ખાતે સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ વધુ સારવાર માટે મહેસાણા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બહુચરાજી તાલુકાના દેલપુરા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બાળકો રમતા હતા. એ દરમિયાન શાળાના કમ્પાઉન્ડમાં ઉગાડવામાં આવેલા કોઈક વૃક્ષના ફળ ખાતા 8 જેટલા બાળકોને પોઇઝનિંગની અસર થઈ હતી. જે બાદ તેમને સારવાર માટે 108ની મદદથી બહુચરાજી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બહુચરાજી સિવિલ ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ બાળકોએ જે ફળ ખાધું હતું એ પણ સાથે લઈ આવ્યા હતા જે અંગે સર્ચ કરવામાં આવતા તે જેટરોફા જેને રતન જ્યોત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ફળ હોવાનું જાણવા મળ્યું હતું. બાળકોની પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી, જેના કારણે મહેસાણા રીફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક શાળામાં નાના બાળકો ભણતા હોઇ વૃક્ષારોપણ દરમિયાન ફોરેસ્ટ અધિકારીને જાણ કરી યોગ્ય વૃક્ષ વાવવા જોઈએ.
તબીબોએ જણાવ્યું કે, 2થી 10 વર્ષની ઉંમરના 8 બાળકો સ્કૂલમાં રમતા હતા. જ્યાં આ ફળ ખાવાથી તેઓની તબિયત લથડી છે. બાળકોને ઝાડા વોમેટ પેટમાં દુખાવો થતાં પોઇઝનિંગની અસર થઈ છે. હાલમાં બાળકોને પ્રાથમિક સારવાર આપી મહેસાણા સિવિલ રીફર કરવામાં આવ્યા છે
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
