<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રાજ્યમાં કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા : નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન :કોલ્ડવેવની આગાહી

જાણો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી કાતિલ ઠંડી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. સૌથી વધુ અસર નલિયામાં જોવા મળી રહી છે. આ સાથે જ ડીસામાં પણ 10 ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 12 ડિગ્રી, ડીસામાં 9.9, અમરેલીમાં 9.6, રાજકોટમાં 11, ભુજમાં 11.6, અમદાવાદમાં 14, સુરતમાં 15.2, કંડલા પોર્ટમાં 14, ભાવનગરમાં 12.2, દ્વારકામાં 16.4, વેરાવળમાં 18.5 અને ઓખામાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જાણો આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન.

શહેરમહત્તમ તાપમાન (°C)લઘુત્તમ તાપમાન (°C)અમદાવાદ28.3 (15/12)14અમરેલી30.8 (15/12)9.6વડોદરા29.6 (15/12)12ભાવનગર27.2 (15/12)12.2ભુજ29.0 (15/12)11.6દાહોદ28.4 (15/12)NAદમણ32.6 (15/12)13.2ડીસા29.2 (15/12)9.9દીવ29.6 (15/12)14.9દ્વારકા28.6 (15/12)16.4ગાંધીનગર27.8 (15/12)NAજામનગર25.3 (15/12)NAકંડલા26.6 (15/12)14નલિયા28.2 (15/12)7.8નર્મદા30.8 (15/12)NAઓખા25.3 (15/12)20.4પોરબંદર30.8 (15/12)11રાજકોટ33.2 (15/12)11સુરત32.2 (15/12)15.2સુરત KVK32.4 (15/12)NAવેરાવળ29.4 (15/12)18.5

(12:12 PM IST)