તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
વડોદરામાં થર્ટી ફર્સ્ટની સંભવિત પાર્ટીને લઈને પોલીસનું આગોતરું આયોજન : 5000 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે
બોડી વોર્ન કેમેરા, બ્રીથ એનાલાઈઝર, ટ્રાફિક પોલીસ સહિત 5000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે.

વડોદરામાં 31 ડિસેમ્બરની સંભવિત પાર્ટીને લઈ વડોદરા પોલીસે આયોજન હાથ ધર્યું છે. પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓ અને અન્ય એજન્સીઓ સાથે 31 ડિસેમ્બરને લઈને આગોતરુ આયોજન કર્યું છે. શહેરની વિવિધ ચેકપોસ્ટ સહિતની જગ્યાઓએ વિશિષ્ટ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોડી વોર્ન કેમેરા, બ્રીથ એનાલાઈઝર, ટ્રાફિક પોલીસ સહિત 5000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે. પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ કે અન્ય સ્થળોએ યોજાતી પાર્ટી-ફંકશનના આયોજકો સાથે આગામી દિવસોમાં બેઠક યોજવામાં આવશે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
