તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
થર્ટી ફર્સ્ટ પહેલા બુટલેગરો સક્રિય :વડોદરામાં પ્લાયવુડની આડમાં લઈ જવાતો 57.75 લાખનો દારુનો જથ્થો ઝડપાયો
આજોડ ગામની સીમમાં આવેલા એક્સપ્રેસવેના ટોલનાકા ઉપર એલસીબીએ વોચ ગોઠવી ટ્રકને ઝડપી પાડ્યો: કુલ 711 નંગ પેટી 18180 દારુની બોટલો દારૂનો જથ્થો મળ્યો

વડોદરા :રાજ્યમાં વિદેશી દારુનો જથ્થો ઘુસાડવા બુટલેગરો અવનવા પેતરા અજમાવી રહ્યા છે. પોલીસની પણ આવા બુટલેગરોને લપડાક પડી રહી છે.વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ મથકની ટીમે આજોડ ગામની સીમમાં આવેલા એક્સપ્રેસ-વેના ટોલનાકા ઉપર વોચ ગોઠવી હરિયાણા પાસિંગની ટાટા કંપનીની ટ્રકમાંથી પ્લાયવુડની આડમાંથી 57. 75 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે.
બનાવ અંગેની વિગત એવી છે કે, વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ મથક ની ટીમ વડોદરા જિલ્લાના મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ચોક્કસ બાકી મળી હતી કે, એક હરિયાણા પાસેની ટાટા કંપનીની ટ્રકમાં વગર પાસ પરમિટ નો ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ભરીને સુરત ભરૂચ વડોદરા એક્સપ્રેસ વે હાઈવે ઉપર થઈને અમદાવાદ તરફ જવાનો છે. જે ચોક્કસ માહિતીને આધારે પોલીસની ટીમે આજોડ ગામની સીમમાં આવેલા એક્સપ્રેસવે ટોલનાકા ઉપર વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા જ તેને કોર્ડન કરી અટકાવવાનો પ્રયાસ કરતા ડ્રાઇવરને શક જતા તેણે ટ્રક દૂર ઊભી રાખી દીધી હતી, અને ટ્રકમાંથી બે ઈસમો ઉતરીને નાસવા લાગ્યા હતા. તેઓને પકડવા પોલીસ દોડતા એક ઈસમ હાઇવે ઉપર વાહનોની અવરજવર હોવાથી તે વાહનોની આળસ લઇ ડિવાઈડર ક્રોસ કરી અમદાવાદથી વડોદરા તરફ જતી ટ્રેક પરથી ભાગી છૂટ્યો હતો.
એક ઈસમ પકડાયો હતો. તેણે તેનું નામ પૂછતા દેવીલાલ ટીલારામજી પટેલ રહેવાસી રાજસ્થાન અને પોતે ડ્રાઇવર હોવાનું જણાવ્યું હતું. જ્યારે નાસી જનાર ઈસમ નું નામ પૂછતા ઉદયપુર નો લાલસીંગ દેવડા રાજપુત હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેના કબજા ની ટ્રકમાં ભરેલ સામાન બાબતે પૂછપરછ કરતા તેમાં પ્લાયવુડ ભરેલ હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો.
આ જથ્થો ખૂબ જ વધુ માત્રામાં હોય જેથી કરીને એક્સપ્રેસ હાઇવે હોવાથી ગણતરી થઈ શકે તેમ ન હતી. તેથી એલસીબી પોલીસની ટીમ આ ટ્રકને હાઇવે પર કોર્ડન કરીને મંજુસર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં તમામ દારુનો જથ્થો ઉતારી તેની ગણતરી કરવામાં આવતા વિદેશી દારુની જુદી જુદી બ્રાન્ડની કુલ 711 નંગ પેટીઓ કુલ બોટલ નંગ 18,180 જેની કુલ કિંમત 57,75,672 રૂપિયાની કિંમતનો વિદેશી દારુનો જથ્થો હોવાનું જણાય આવ્યું હતું.
ટ્રકમાંથી મહારાષ્ટ્ર ઓરંગાબાદ મનધાર રોડ ઉપરના અબ્બાસ ટ્રાન્સપોર્ટ કંપનીની મળી આવી હતી. એલસીબી પોલીસ મથકની ટીમે વિદેશી દારુનો જથ્થો, ટ્રક એમ કુલ મળીને 74,12,992 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની અટકાયત કરી હતી. જ્યારે ડ્રાઇવર દેવીલાલને આ ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરીને લઈ આવ્યો છે અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પૂછતા તેણે લાલસીંગ રાજપૂત જેણે એક મોબાઇલ નંબર આપ્યો હતો. તેનો સંપર્ક કરતા ધુલિયા ખાતે પહોંચી સંપર્ક કરવા જણાવ્યું હતું.
લાલસીંગ ધુલિયા ખાતે જઈ સંપર્ક કરતા ધુલિયા ખાતે ઔરંગા બાયપાસ ઉપર ટ્રક ઊભેલી છે. તેમાં પ્લાયવુડનું બિલ તથા બિલ્ટી છે તે લઈને ગાંધીધામ જવા જણાવ્યું હતું. જેથી ધુલીયા બાયપાસ થી નીકળી સાકરી ઘાટ નવાપુરા સોનગઢ વ્યારા સુરત ભરૂચ અને વડોદરા થઈને આવ્યો હતો અને રસ્તામાં એક મોબાઈલ નંબર વાળા ઈસમને વોટ્સએપ ફોન કરીને લોકેશન પૂછતો હતો અને આગળનું માર્ગદર્શન આપતો હતો તેમ જણાવ્યું હતું. સમગ્ર બનાવે પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
