<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રાજ્ય સરકારનો મોટો નિર્ણય:ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ છ મહિના લંબાવાઈ

ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત પાંચમી વખત વધારો:ચોથી વખત અપાયેલી 6 મહિનાની મુદત 17મી ડિસેમ્બર પૂર્ણ થઈ રહી હતી

ગાંધીનગર :ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીને લઈને મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત પાંચમીવાર વધારો કરતાં હવે વધુ છ મહિનાની મુદત લંબાવવામાં આવી છે. 

રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ 6 મહિના માટે લંબાવાઈ છે. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. ચોથી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી ડિસેમ્બર એટલે કે આજે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ 17મી ડિસેમ્બરથી મંગળવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ગેરકાયદે બાંધાકમને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા ચાર વાર સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની મુદત વધારી હતી. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત પાંચમી વખત મુદત વધારાઈ છે.

(8:27 PM IST)