<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 60 મોબાઈલ ફોન ગ્રાહકોને પરત આપતી નર્મદા પોલીસ

મોબાઇલ ચોરાય કે ખોવાય પોલીસ ફરિયાદ કરો, પોલીસ શોધવાની પૂરી કોશિસ કરશે :પ્રશાંત સુંમ્બે: 2024માં અત્યાર સુધીમાં 170 જેટલા મોબાઈલ ગ્રાહકોના પરત કરાયા

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા પોલીસે "તેરા તુજકો અર્પણ કાર્યક્રમ" હેઠળ રાજપીપલા પોલીસ મથકે ગુમ થયેલા મોબાઈલ ગ્રાહકોને પરત કરવા માટેનો કાર્યક્રમ જિલ્લા પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબે અને નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 60 જેટલાં મોબાઈલ ગ્રાહકોને તેમના ખોવાયેલા મોબાઈલ પરત કરતા ગ્રાહકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.


નર્મદા પોલીસે અત્યાર સુધી જે લોકોના પોતાના મોબાઈલ ચોરી થયા કે ખોવાઈ ગયા હોય એ શોધી ને જે મોબાઈલ જે વ્યક્તિ નો હોઈ અને જેમને ફરિયાદ લખાવી હોઈ તેને પરત આપવામાં આવ્યા હતા. રાજપીપલા પોલીસ મથક અને એલસીબી મા ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે તપાસ કરી મોબાઇલ શોધી કાઢ્યા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે એ જણાવ્યું હતું કે 2024 માં અત્યાર સુધીમાં 170 જેટલા મોબાઈલ ગ્રાહકોના પરત કરવામાં આવ્યા છે. કિંમતી અને બચત કરીને ખરીદેલા મોબાઈલ લોકોને મળતા ન હતા પણ ફરિયાદ નોંધાયા પછી ગ્રાહકોને  મોબાઈલ પરત મળતા ગ્રાહકોમાં ખુશી જોવા મળી અને પોલીસ પ્રત્યે વિશ્વાસ પણ જોવા મળ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસને પણ એ વાતનો આનંદ છે કે પોલીસ પ્રજાને મદદરૂપ થઈ રહી છે. જનતાની મદદ માટે પોલીસ ખડે પગે તૈયાર છે એમ જણાવ્યું હતું

આ પ્રસંગે સાગબારા તાલુકાના ધવલીવેર ગામના મનુભાઈ વસાવા કે જેમને આજે ખોવાઈ ગયેલો મોબાઇલ પરત મળ્યો હતો.તેમણે પ્રતિભાવમાં ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કે આજે નર્મદા પોલીસ દ્વારા મારો ખોવાઈ ગયેલો મોબાઇલ પરત મળ્યો છે મોબાઈલ ખોવાયા બાદ  મેં સાગબારા પોલીસ સ્ટેશન મા એફઆઇઆર નોંધાવી હતી, છ મહિના પછી પોલીસે શોધીને મને મારો મોબાઇલ પરત કર્યો છે એનો આનંદ છે. તે માટે હું નર્મદા પોલીસનો આભાર માનું છું.

 

(11:20 PM IST)