<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રાજપીપળાથી પોઈચા ફોરલેન રસ્તા વચ્ચે ચિત્રાવાડી ગામ પાસેનુ નાળું વહેલીતકે બનાવવા માંગ ઉઠી

ભૂતકાળમાં આ જગ્યા પર કોઈ બેટિકેટ નહી મૂકાતા એક બાઇક ચાલકે જીવ ગુમાવ્યો હતો, માટે રાત્રિના સમયે જોખમ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાથી પોઈચા સુધીનો ફોરલેન માર્ગ ૮૦ ટકા બની ગયો છે. પરંતુ ભદામ અને ચિત્રાવાડી ગામની વચ્ચે ફોરલેનનું રસ્તાનું કામ ઘણાં સમયથી ટલ્લે  ચઢ્યું છે, ખેડૂતોની જમીન સંપાદન કરવાનો મુદ્દે આ ફોરલેન લાઇનના માર્ગનું કામ બંધ છે. જેમાં ખાસ કરીને ચિત્રાવાડી ગામ પાસે એક નાળું કામ શરૂ થયું ત્યારથી બનાવ્યું નથી અને ત્યાં હાલમાં બેરિકેટ મૂકી દેવાયા છે તો આ નાળું વહેલીતકે બનાવવા લોકમાંગ ઊઠી છે. આ નાળા નહી બનતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે અને ખાસ તો ભૂતકાળમાં આ નાળું તૂટ્યા બાદ ત્યાં કોઈજ અવરોધ નહી મૂકાતા એક બાઇક ચાલક રાત્રિના અંધારામાં નાળામાં પડતા ગંભીર ઇજા થતા મોતને ભેટ્યો હતો માટે હજુ પણ રાત્રિના સમયે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો હજુ ડરી રહ્યા છે.

આ માર્ગ પર અસંખ્ય વાહનોની અવરજવર થતી હોય નર્મદા જિલ્લાના જવાબદાર અધિકારીઓ આ મુદ્દે ચિત્રાવાડી અને ભદામ ગામ પાસે નાળું બનાવવામાં રસ લઈ ઝડપી કામગીરી કરે તેવી માંગ છે.

(11:26 PM IST)