<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

નર્મદામાં શિયાળાની ઠંડીમાં ચોરોની હાથ સફાઈ: પ્રવાસમાંથી પરત આવેલા સેલંબાના વેપારીના ઘરમાંથી રોકડા રૂ.1.60 લાખની ચોરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે આવેલા મકાનમાંથી રોકડ રકમની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

   મળતી વિગતો અનુસાર પ્રવિણભાઇ રણછોડભાઇ ચૌધરી, ધંધો.ઇલેક્ટ્રીક રીપેરીંગ, (રહે .સેલંબા હાઇસ્કુલના ગેટની બાજુમાં તા.સાગબારા જી. નર્મદા) નાઓએ આપેલ ફરિયાદ મુજબ કોઇ અજાણ્યા ઇસમે તેમના ઘરના અગાસીના ભાગે આવેલ દરવાજાને લગાડેલ તાળુ તોડી ઘરની અંદર પ્રવેશ કરી પ્લાયવુડના કબાટના ડ્રોવરમાં મુકેલ રોકડા રૂપિયા ૧,૬૦, ૦૦૦ ની ચોરી કરી લઇ જતા સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ એમ.એ.ડાભી પો.સબ.ઇન્સ.કરી રહ્યા છે.
જોકે જાણવા મળ્યા મુજબ ઘર માલિક અને વેપારી પ્રવાસમાં ગયા હતા અને તેમનું ઘર દુકાન એકજ હોય જે પ્રવાસ દરમિયાન બંધ હોવાથી ચોરીનો બનાવ બન્યો હતો.

(11:27 PM IST)