તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
પત્ની સાથે આડા સંબંધના વહેમે માર મારી ધમકી આપનાર ચાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા કિલ્લાના તાલુકામાં પત્ની સાથે આડા સંબંધ હોવાનો વ્હેમ રાખી માર મારી ધમકી આપતા ફરિયાદ થઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદીપભાઇ જગદીશભાઇ વસાવા (રહે.નાનીબેડવાણ નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જી. નર્મદા) નાઓ એ દેડિયાપાડા પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ તા.૧૫/૧૨/૨૦૨૪ની રાત્રે હોટલ બંધ કરી ઘરે જતા હતો તે વખતે હોટલની સામે રોડ ઉપર (૧) સતિષભાઇ સુકાભાઈ વસાવા (૨) મંગલભાઇ સુકાભાઇ વસાવા (બન્ને રહે.નાનીબેડવાણ મંદિર ફળિયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) તથા (૩) મીહીરભાઇ તેના પિતાના નામની ખબર નથી (રહે.વાડી તા.ઉમરપાડા જી.નર્મદા) તથા (૪) અન્ય એક શખ્શ જેના મોટર સાયકલ લઈ આવી સતિષભાઇએ કહ્યું કે મારી પત્ની સાથે કેમ આડા સંબંધ રાખે છે તેવો વહેમ રાખી પ્રદીપભાઈને ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ ચારેયએ ઢીકા પાટુનો માર મારી સતિષભાઈ નાએ જમીન ઉપરથી પડેલ પથ્થર હાથમા લઈ માથાના ભાગે મારી ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ એ એકબીજાની મદદગારી કરતા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
