News of Tuesday, 17th December 2024
પાત્રતા ન હોય તેવા લોકોના PMJAY કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ૬ શખ્સોની અટકાયત કરી
આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હોવાનું ખુલ્યુ : કૌભાંડ અમદાવાદ પૂરતું નહીં પણ દેશભરમાં ચાલતું હોવાની પણ આશંકા

(કેતન ખત્રી દ્વારા)અમદાવાદ તા.૧૭ : ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY કાર્ડ હેઠળના દર્દીઓના ખોટી રીતે ઓપરેશન કરાયા હોવાનો પર્દાફાશ થયા બાદ હવે એક નવું કૌભાંડ સામે આવ્યું છે. જે લોકો પાત્રતા જ ધરાવતા ન હોય તેવા લોકોના PMJAYના કાર્ડ બનાવી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 6 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આયુષ્યમાન કાર્ડ આડેધડ કાઢી અપાતા હોવાનું સામે આવ્યું ખ્યતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY યોજનાનો લાભ લેવા માટે જે દર્દીઓને સર્જરીની જરુર ન હતી તે દર્દીઓના પણ ઓપરેશન કરી નાખવામાં આવ્યા હતા. આ બાબતની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક નવું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં PMJAY યોજનાનો લાભ લેવા માટે જે લોકો પાત્રતા ધરાવતા ન હતા તેઓના પણ કાર્ડ કાઢી આપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ મામલે 6 લોકોની અટકાયત કરી લીધી છે. આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ અમદાવાદ પૂરતું નહીં પણ દેશભરમાં ચાલતું હોવાની પણ આશંકા વ્યકત કરવામાં આવી છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
