<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

રાજ્યના કડકડતી ઠંડી યથાવત :મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે:કચ્છમાં કોલ્ડવેવની સંભાવના

જાણો આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન.

અમદાવાદ :ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડી વધી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. ઠંડીની સૌથી વધુ અસર નલિયામાં જોવા મળી રહી છે. અહીં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના નિર્દેશક એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસો સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. આ સાથે જ 7 દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. આ સાથે પવનની ઝડપ 5 થી 10 નોટની છે, જેમાં ઠંડકનું પરિબળ પણ છે, જેના કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 20.2 ડિગ્રી, ડીસામાં 11, અમરેલીમાં 11.6, રાજકોટમાં 10.8, ભુજમાં 11.5, અમદાવાદમાં 11.8, સુરતમાં 15.4, કંડલા પોર્ટમાં 14, ભાવનગરમાં 14.4, દ્વારકામાં 17.2, વેરાવળમાં 17.1 અને ઓખામાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

 

(11:51 AM IST)