<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

અમદાવાદના વસ્ત્રાલમાં ટીઆરબી જવાન ઉપર હુમલો

ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવારમાં ખસેડાયો : હુમલો કરનાર શખ્સ નાસી છૂટતા ઝડપી લેવા તજવીજ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા.૧૭ : અમદાવાદના ટીઆરબી જવાન ઉપર કાલે મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. અને જવાન ઈજા પહોંચી હતી. અને સારવાર ખાતે તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ વાતની જાણ પી.આઈ રાવલને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને અજાણ્યા વ્યક્તિ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

          અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ ઉપર ટીઆરબી જવાના પોતાની ફરજ પર હતો ત્યારે કાલે મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિ તેના પાસે આવીને ટીઆરબી જવાના ઉપર છરી વડે હુમલો કર્યો હતો. અને હુમલો કર્યા બાદ ત્યાથી ભાગી ગયો હતો. આ જોતા ત્યા ફરજ પર રહેલા અન્ય સાથીઓ તે વ્યક્તિને પકડે તે પહેલા તે ઈસમ ત્યાથી ભાગવામાં સફળ રહ્યો હતો. અને અન્ય સાથીઓ તેમને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આઈ ડિવિઝનના પી.આઈ રાવલ તાત્કાલિક જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અજાણ્યા વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી.

(4:55 PM IST)