<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

સુરતમાં હિટ એન્ડ રન: વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનું મોત

સચિન વિસ્તારમા પાસે પસાર થતા અજાણ્યા વાહનને ટક્કર મારતા જમીન ઉપર પછડાયા; માથામાં ગભીર ઈજા પહોંચી

સુરત:વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાજુભાઈ નાયક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમનું મોત થયુ છે. વેસુ પોલીસ સ્ટેશનમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અને અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
રાજુભાઈ નાયક જે વેસુ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ નિભાવતા હતા. રોજની જેમ પોતાની ફરજ પતાવીને ઘર જઈ રહ્યા હતા. ત્યારે સચિન વિસ્તારમા પાસે પસાર થતા અજાણ્યા વાહનને તેમને ટક્કર મારતા તે જમીન ઉપર પછડાયા હતા. અને તેમના માથામાં ગભીર ઈજા પહોંચી હતી. અને અકસ્માત થતા આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને તેમને 108ના મારફતે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પર સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. આ સાથે સચિન જીઆડીસી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


 

(1:41 PM IST)