<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા જતા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે કરી અટકાયત

ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા પોલીસે ડેડીયાપાડાના નવાગામ પાસેથી અટકાયત કરી

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર FIR થવાના મામલે રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશન પર તેઓ હાજર થવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા પોલીસે ડેડીયાપાડાના નવાગામ પાસેથી અટકાયત કરી છે.

પહેલા રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશને થયેલી FIR ને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા તેમને રસ્તામાં જ રોકવામાં આવ્યા હતા. અંકલેશ્વર ખાતે હાજર થવા જાય અને ટેકેદારો ભેગા થાય અને શાંતિ ડહોળાય તે પહેલા જ પોલીસે અંકલેશ્વર રોકી લીધા હતા.

આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઈશારે પોલીસ અધિકારીઓએ જાતે જ અરજદાર બની બે FIR કરી છે તેવા આરોપ લગાવ્યા હતા. વધુમાં જણાવ્યું કે, બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યક્તિના પરિવારોને વળતર અપાવ્યું એ ગુનો કર્યો છે. અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ. મારા ઘરે રાત્રેથી જ પોલીસ મૂકીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી હોવાના આક્ષેપ પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ પર કર્યા હતા.

 

(1:31 PM IST)