<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

તમે મારી સાથે મુલાકાત લો હું તમારી જિંદગી બનાવી નાખીશ,એક ભાઈ પાસે રૂ.10 ની ત્રણ આઠ વાળી નોટ છે. તેના પર પૂજા વિધિ કરવાની છે એમ કહીને વડોદરામાં મહિલા સાથે ૩.૫૦ લાખની છેતરપિંડી

એક મહારાજે નોટ પર ગુલાબ મૂકી ચાંદલા કરીને વિધિ કરવા માટે પૈસા મૂકાવ્યા તે પછી મહારાજે પૂજા વિધિ કરીને આંખો થેલો રૂપિયાથી ભરી દીધો હતો અને પોતાની પાસે રાખી લીધો

વડોદરા તા.૧૭ : વડોદરામાં માંડવી ઘંટિયાળાના નાકા પાસે રહેતા ભારતીબેન મનહરભાઈ ચૌહાણ રાવપુરા જીઇબીની બાજુમાં કાઠીયાવાડી ખડકી રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2024 માં અમદાવાદ ખરીદી કરવા માટે હું સવારે 11:00 વાગે ઘરે થી નીકળી હતી. અમદાવાદથી કપડા લઈને ચાર વાગે ગીતામંદિર બસ ડેપોમાંથી બસમાં બેસી વડોદરા આવી હતી અને ડેપો બહારથી શટલ રિક્ષામાં ન્યાય મંદિર આવવા નીકળી હતી. 

રિક્ષાવાળાએ મારું નામ પૂછતા મેં મારું નામ જણાવ્યું હતું. ઓટો રિક્ષાવાળાએ પોતાનું નામ મહેશ જણાવ્યું હતું તેણે મારો મોબાઇલ નંબર માંગતા મેં મારો નંબર આપ્યો હતો. ત્રીજા દિવસે મહેશભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે તમે મારી સાથે મુલાકાત લો હું તમારી જિંદગી બનાવી નાખીશ. એક ભાઈ પાસે રૂ.10 ની ત્રણ આઠ વાળી નોટ છે. તેના પર પૂજા વિધિ કરવાની છે.

ત્યારબાદ અમે એ 10 રૂપિયાની નોટો લઈને ડભોઇ ગામમાં ગયા હતા. ત્યાં એક મહારાજે નોટ પર ગુલાબ મૂકી ચાંદલા કરી અમારી પાસે ત્યાં વિધિ કરવા માટે પૈસા મૂકાવ્યા હતા. જેથી મેં 500, 200, 100 અને 50 ના દરની નોટો મૂકી હતી. તે પછી મહારાજે પૂજા વિધિ કરીને આંખો થેલો રૂપિયાથી ભરી દીધો હતો અને પોતાની પાસે રાખી લીધો હતો. 

મહારાજે એવું કહ્યું હતું કે તમને પૈસા જોઈતા હોઈ તો તમે બધા અઢી લાખ રૂપિયા લઈને આવજો કેમ કે હજુ વિધિ બાકી છે. ત્યારબાદ ત્રણેય ભેગા મળીને મારી પાસેથી 3.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

(3:59 PM IST)