<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ગુજરાત પુરવઠા માટે તંત્રમાં ફરી વખત ઇ-પ્રોફાઇલની માથાકુટ :વિતરણ વ્‍યવસ્‍થા ખોરવાઇ

સંખ્‍યાબંધ દુકાનદારો અને ગ્રાહકો માટે મુશ્‍કેલ સર્જાતા દેકારો

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પટણ તા.૧૭   ગુજરાત રાજયના પુરવઠા તંત્રીની મોટી મોટી જાહેરાતો પણ રાજય માં સસ્‍તા અનાજે દુકાનના સંચાલકોને ૨ ઇ-પ્રોફાઇલ નથી બની તેવા સંખ્‍યા બંધ સંચાલકોની દુકાન ઊપર રાજય સરકાર કોમ્‍પયુટર કનેકશન બંધ કરતા આજે તા.૧૬ ડિસેમ્‍બરે સુધી જાહેર વિતરણ વ્‍યવસ્‍થા ખોટવાઇ છે ગરીબ ગ્રાહકોને મફતના અનાજ ખાંડનો જથ્‍થો હજુ સુધી મલ્‍યો નથી જયા સુધી રાજય સરકારનું પુરવઠા નેત્ર આ કોમ્‍પયુટર ચાલુ ન થાય ત્‍યાં સુધી ગરીબોને અનાજ માટે ધરમ ધકા અને ભૂખ મરવાનો વારો આવયો છે.રાજય સરકારમાં વારંવારં ઇ-પ્રોફાઇલ નું ભૂત ધણધણે છે અને વિતરણ વ્‍યવસ્‍થા ખોરવાઇ છે.ઇ-પ્રોફાઇલના નામે સરકારની ઇ-પોલીસી છે જે પ્રજાને હેરાન કરી રહી છે ગરીબ ગ્રાહકો અનાજથી વંચીત રહ્યા છે. પાછા જીલ્લા અને રાજયમાં ઊમરલાયક સંચાલકો હોઇ ફીંગર પ્રિન્‍ટ આવતા ન હોઇ ઇ-પ્રોફાઇલ બનતી નથી અને દુકાનો બંધ થતા દુકાનદારોની પણ રોજી રોટી છીનવાઇ રહી છે.

બીજી તરફ ઓકટોબર અને નવેમ્‍બર માસનું બે મહિનાનું કમિશન પણ આજે તા.૧૬ ડિસેમ્‍બર થવા સંચાલકોને આપવા માં આવ્‍યું નથી આ અંગે સામાન્‍ય અને મધ્‍યમ વર્ગના દુકાન દારો પણ આર્થિક મુશ્‍કેલી માં મૂકાયા છે.

રાજયના પૂરવઠા તંત્ર એ જે દૂકાનદારની ઇ-પ્રોફાઇલ નથી થઇ તેમ દુકાનોમાં તાકીદે કોમ્‍પયુટર ચાલુ કરાવી વિતરણ વ્‍યવસ્‍થા કરવા તેમજ દુકાનોદારો નું ઓકટો નવેમ્‍બરનું કમીશન બાકી છે તેમને તાકીદે કમીશન ચૂકવી આપવા માંગ ઉઠી છે.

(4:36 PM IST)