તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
અમદાવાદ એરપોર્ટ પરથી થાઇલેન્ડનો નાગરિક પ.પ૦ કરોડના ડ્રગ્સ સાથે પકડાયો

અમદાવાદ તા. ૧૭: ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એક વાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. કસ્ટમ્સ વિભાગે રવિવારે મોડી રાત્રે થાઈલેન્ડના નાગરિક પાસેથી આ ડ્રગ્સ ઝડપ્યું છે. કસ્ટમ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર થાઈલેન્ડના પેસન્જર પાસેથી કસ્ટમ વિભાગે ૫.૫૦ કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો તેની ઈન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ પાંચ કરોડ રૂપિયા થાય છે.
બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટ નંબર-૩૪૩માં થાઈલેન્ડનો નાગરિક મુસાફરી કરી રહ્યો હતો, તે અમદાવાદના એરપોર્ટ પર આવ્યો હતો. આ પેસન્જર ઈમીગ્રેશન કરાવ્યા બાદ બહાર નિકળતો હતો ત્યારે તેની વર્તણૂકથી કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી.
આ કારણે તેના બેગેજને ખોલાવીને તેની ઝીણવટપૂર્વક તપાસ કરતાં કેટલીક ખાવાની સામગ્રીના પડીકાં મળ્યાં હતા. સામાન્ય રીતે આ પડીકાં કોઈ બહારની બેગમાં રાખે પણ તેને અંદરની બેગમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેનું વજન પણ સામાન્ય પડીકાં કરતાં વધારે હતું, તેથી કસ્ટમ્સ વિભાગને શંકા જતાં પેકેટની તપાસ કરી હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું કે ખાદ્ય સામગ્રીના પેકેટની અંદર વેકયુમ પેકિંગ કરીને પોલીથીન પેકેટમાં ગાંજો છૂપાવવામાં આવ્યો હતો.
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અગાઉ પણ પાંચ જેટલા ડ્રગ્સના કેસ થયેલા છે જેમાં પાંચ પેસેન્જરની ધરપકડ પણ કરાઈ હતી. હવે પેસેન્જર ફ્લાઈટમાં ડ્રગ્સની હેરાફેરી કરતા થઈ જતા ડી.આર.આઈ અને કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ સતર્ક થઈ ગયા છે. અગાઉ શાહીબાગ વિસ્તારમાં આવેલી કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પણ બે કરોડનો ગાંજો પાર્સલમાંથી પકડાયો હતો.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
