તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
પુત્રવધૂઓ માટે અનોખી પહેલ : કડવા પાટીદાર સમાજમાં સાસુ-સસરા સાથે દાયકાઓથી રહેતી ૫૦ પુત્રવધૂનું સન્માન
આ મુહિમથી પુત્રવધૂ અને પરિવારમાં એકતાની ભાવના વધુ ગાઢ થશેઃપુત્રવધુ જે દરેકને પ્રેરણા આપી, એમના સાથ અને તોહના કારણે આજે તેમનો પરિવાર વધુ મજબૂત અને એકતાવાળો બન્યો

અમદાવાદ, તા. ૧૬ : કડવા પાટીદાર સમાજ દ્વારા સમાજની પુત્રવધૂઓ માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં વસવાટ કરતા જામજોધપુર ગામનાં કડવા પટેલ પરિવારોના સ્વજનોનું તોહ મિલન ૨૦૨૪માં નાના ચિલોડા ખાતે યોજાયું હતું. જેમાં પોતાના સમાજમાં છેલ્લા ૧૦ વર્ષથી વધુ સયથી સાસુ-સસરા સાથે જીવન વિતાવતી હોય તેવી ૫૦ જેટલી પુત્રવધૂનું સન્માન કર્યું હતું.
સમાજના અગ્રણીના જણાવ્યા અનુસાર આપણે ગર્વથી કહીએ છીએ કે દીકરી અમારું ગૌરવ એ જ રીતે ગર્વથી કહો કે પુત્રવધૂ- અમારું ગૌરવ. દરેક પરિવારોમાં દિવસેને દિવસે વડીલો અને પુત્રવધૂ અને પુત્ર અલગ રહેતા હોય તેની સંખ્યા વધી રહી છે.
અમારો સમાજ છેલ્લા ૬ મહિનાથી સાસુ-સસરા સાથે રહેતી સમાજની પુત્રવધૂઓને એક સાથે બોલાવીને તેમનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કરવા પાછળનો મુખ્ય હેતુ એક જ છે કે, વધુ અભ્યાસ કરેલી પુત્રવધૂ તેમજ આવનારી પેઢીની દીકરીઓને સમજ પડે કે, દીકરી સગપણ સુધી અને પુત્રવધૂ ગઢપણ સુધી સાથ નિભાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમારા કડવા પાટીદાર સમાજના ૫ હજારથી વધુ ઘરો છે. જેમાંથી આ કાર્યક્રમમાં ૨ હજારથી વધુ પરિવારના અગ્રણીઓ તથા ૨૫૦૦ જેટલાં પરિવારના યુવા અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પાટીદાર સમાજમાં તેજસ્વી તારલા તેમજ સમાજમાં સારું કામ કરનારનો સન્માસ સમારોહ યોજાય છે. પરંતુ પહેલીવાર પુત્રવધૂનો સન્માન સમારોહ યોજાયો છે. આ સન્માન સમારોહમાં ૫૦ જેટલી પુત્રવધૂઓને લક્ષ્મીની આકળતિવાળા ચાંદીનો મોમેન્ટોની સાથે સન્માન પત્ર આપવામાં આવ્યું છે. સંસ્થાના અગ્રણીઓ દ્વારા છેલ્લા ૬ મહિનાથી સંસોધન કરીને ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતાં. આ ફોર્મ ૫૦ જેટલા પરિવારની પુત્રવધૂઓ દ્વારા ભરવામાં આવ્યા હતાં.
જે બાદ આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં આવેલાં અંદાજે ૪૫૦૦ પરિવાર દ્વારા આ વાત આખા પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ સુધી લોકમુખે પ્રસરશે. જેથી આ મુહિમથી પુત્રવધૂ અને પરિવારમાં એકતાની ભાવના વધુ ગાઢ થશે. આ ઉપરાંત અન્ય સમાજમાં પણ આ પહેલ થશે.
સમાજના અગ્રણીએ જણાવ્યું કે, આજે આપણે આપણા પરિવારની એક મહત્વપૂર્ણ અને ખાસ વ્યક્તિને સન્માનિત કરી છે. જેમણે એક પરિવાર મા બહેન, દિકરી અને બીજા પરિવારમાં પત્ની, પુત્રવધૂ કે મા તરીકે અનેક રીતે પોતાનું યોગદાન આપ્યું છે. એમની મહેનત, પ્રેમ અને સંકલ્પથી અમે સર્વે પરિવારજનોનો જીવનસાથ વધુ સુખમય અને આદરથી ભરપૂર બન્યો છે. જેમણે આ મહાન ગુણવત્તાવાળી સંસ્કળતિ અને વ્યવહાર સાચવ્યો છે.
જે દરેકને પ્રેરણા આપે છે. જેથી એમના સાથ અને તોહના કારણે, આજે તેમનો પરિવાર વધુ મજબૂત અને એકતાવાળો બન્યો છે. આમ આ પુત્રવધૂઓ દરેક સમાજ માટે પ્રેરણારૂપ હોવાથી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.
ઝિંકલબેન ત્રાંબડિયા, ઉં ૪૯ અમદાવાદના બોડકદેવમાં છેલ્લાં ૩૦ વર્ષથી સંયુક્ત પરિવારમાં રહું છું. સમાજમાં પુત્રવધૂને સન્માન આપવું તે નોંધનીય બાબત છે. અહીં હાજર આજની પેઢીના પ્રેરાઈને સંયુક્ત પરિવારમાં રહેશે તેવું ચોક્કસ પણે લાગી રહ્યું છે અને દરેકને પ્રેરણા મળી છે.
મંજુલાબેન બાથાણી, ઉં. ૬૬ :હું છેલ્લા ૨૦ વર્ષથી મારા દીકરા અને વહુ સાથે સંયુક્ત પરિવારમાં રહું છું. આ પુત્રવધૂના સન્માન સમારોહથી આજના યુવાઓને એક સ્પષ્ટ સંદેશો અને પ્રેરણા મળશે કે, સાથે હળી મળીને રહેવું જોઈએ. જેથી પરિવાર સાથે દરેકની પ્રગતિ અને એકતા વધે છે
કાંતાબેન ત્રાંબડિયા, ઉં. ૭૨ :હું છેલ્લાં ૩૦ વર્ષથી મારી પુત્રવધૂ સાથે સંયુક્ત પરિવારમાં રહું છું. પુત્રવધૂને દીકરીને જેમ રાખીએ તો સન્માન આપે છે. દરેક સારા-નરસા પ્રસંગમાં પુત્રવધૂ જ ઘડપણમાં લાકડી બને છે. આમ પરિવારમાં પુત્રવધૂ સંયુક્ત પરિવારમાં રહે તો દરેક સભ્યો સુખી થાય છે. આ સમારોહથી દરેક યુવાઓ પણ તેમના પરિવારમાં સાથે રહેશે તેવો સારો મેસેજ લોકો સુધી પહોંચશે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
